ગિરનારની ગોદમાં વસેલા જૂનાગઢમાં વન્યજીવોની અવરજવર સામાન્ય છે, પરંતુ ગત રાત્રિએ બિલખા રોડ પર જોવા મળેલો નજારો સોશિયલ મીડિયામાં આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. જંગલ અને રેવન્યુ વિસ્તારની બોર્ડર પર ચાર સિંહબાળો આરામ ફરમાવતા જોવા મળ્યા હતા. વહેલી સવારે કે મધરાતે સિંહો જ્યારે રસ્તા પર ઉતરી આવતા હોય છે, ત્યારે પ્રકૃતિ પ્રેમીઓ માટે તે લ્હાવો બની જાય છે. આ ચાર સિંહબાળોની નિર્દોષ મસ્તી અને આરામની પળોનો વીડિયો હાલ ઇન્ટરનેટ પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે.


બિલખા રોડ પર ટ્રાફિક જામ!

જ્યારે આ સિંહ પરિવાર રોડની નજીક જોવા મળ્યો, ત્યારે ત્યાંથી પસાર થતા વાહનચાલકો થંભી ગયા હતા. સિંહબાળોને નજીકથી નિહાળવાની લાલચમાં લોકોએ પોતાના વાહનો ઉભા રાખી દેતા બિલખા રોડ પર થોડીવાર માટે ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ હતી. વન વિભાગના જણાવ્યા અનુસાર, આ વિસ્તાર જંગલને અડીને આવેલો હોવાથી સિંહો અવારનવાર અહીં લટાર મારવા નીકળતા હોય છે. લોકોએ પણ વન્યજીવોની સુરક્ષા અને શાંતિ જાળવવા માટે અંતર જાળવીને આ નજારો માણ્યો હતો.

આ પણ વાંચો : Rajkot માં મોહન ભાગવતનું મોટું નિવેદન, "સંઘ ભાજપને કંટ્રોલ નથી કરતું, અમે વોટ બેંકની રાજનીતિથી દૂર"

  • Follow us on: