જૂનાગઢના મધુરમ વિસ્તારમાં સંબંધોને કલંકિત કરતી એક અત્યંત શરમજનક ઘટના સામે આવી છે. લોહીના સંબંધને નેવે મૂકીને એક આધેડ વયના વ્યક્તિએ પોતાની જ સગી ભાણેજ પર દાનત બગાડી દુષ્કર્મ કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, યુવતીની સતર્કતા અને જાગૃત નાગરિકોને કારણે નરાધમ તેના મનસૂબામાં કામયાબ થઈ શક્યો ન હતો.

અઘટિત માંગણી અને લાલચ

મળતી માહિતી મુજબ, મધુરમ વિસ્તારમાં રહેતા આ આધેડે પોતાની સગી ભાણેજ પાસે અઘટિત માંગણી કરી હતી. તેણે યુવતીને વિવિધ લાલચો આપીને પોતાની જાળમાં ફસાવવાનો અને તેની સાથે દુષ્કર્મ આચરવાનો પ્રયાસ કર્યો હતો. આધેડના આ શરમજનક વ્યવહારથી યુવતી સ્તબ્ધ થઈ ગઈ હતી.

યુવતીએ પોતાનો જીવ બચાવ્યો 

નરાધમ જ્યારે પોતાના હેવાનીયતભર્યા કૃત્યને અંજામ આપવાની કોશિશ કરી રહ્યો હતો, ત્યારે યુવતીએ ભારે હિંમત અને સતર્કતા વાપરી પોતાનો જીવ બચાવ્યો હતો. આ ઘટનાની જાણ આસપાસના લોકોને થતા જ લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. રોષે ભરાયેલા લોકોએ આ નરાધમ આધેડને પકડી પાડીને સ્થળ પર જ મેથીપાક ચખાડ્યો હતો. ઘટનાની જાણ થતા જ જૂનાગઢ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે લોકોના તાબામાંથી આરોપીને છોડાવી તેની ધરપકડ કરી લીધી છે. પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો: Surat: સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ભાજપ સજ્જ, 'ડોર ટુ ડોર' અભિયાન દ્વારા જનસંપર્કનો પ્રારંભ