જૂનાગઢના જગવિખ્યાત ગિરનાર પર્વત પર આજે હવામાનમાં પલટો આવતા અને પવનની ગતિમાં અચાનક વધારો થતા રોપવે સેવા બંધ કરવાની ફરજ પડી છે. પર્વત પર પવનની ઝડપ મર્યાદા કરતા વધી જતા પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાને રાખી સંચાલકો દ્વારા ઓપરેશન રોકી દેવામાં આવ્યું છે.
ગિરનાર પર્વત પર હવામાનમાં પલટો
ગિરનાર પર્વત પર હાલમાં 40 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તેજ પવન ફૂંકાઈ રહ્યો છે. રોપવેના ટેકનિકલ માપદંડો મુજબ, જ્યારે પવનની ગતિ નિર્ધારિત મર્યાદા કરતા વધી જાય ત્યારે ટ્રોલીઓનું સંચાલન જોખમી બની શકે છે. પ્રવાસીઓ હવામાં લટકી ન પડે અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સાવચેતીના પગલા રૂપે સેવા બંધ રાખવામાં આવી છે.










