માળિયા હાટીના તાલુકાના જૂથળ ગામની સેવા સહકારી મંડળીમાં ખેડૂતો અને સભાસદોના પરસેવાની કમાણીમાં મસમોટી ઉચાપત થઈ હોવાની વિગતો સામે આવી છે. મંડળીના તત્કાલીન મંત્રી કાન્તિભાઇ નરશીભાઇ હિંગરાજીયા દ્વારા પદનો દુરુપયોગ કરીને કુલ ₹2,09,49,609 ની ઉચાપત કરવામાં આવી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.


જૂથળ ગામની સેવા સહકારી મંડળીમાં ઉચાપત 

પોલીસ ફરિયાદમાં જણાવ્યા મુજબ, આરોપી મંત્રીએ અત્યંત વ્યવસ્થિત રીતે છેતરપિંડીનું જાળ બિછાવ્યું હતું.આરોપીએ ખોટા પત્રકો અને બોગસ રસીદો બનાવીને ખોટા ધિરાણો મંજૂર કરાવ્યા હતા.મંડળીના સત્તાવાર ચોપડામાં કાગળો અને જામીનગીરીના દસ્તાવેજો સાથે ગંભીર ચેડા કરવામાં આવ્યા હતા.મંડળીના પ્રમુખ, કમિટીના સભ્યો અને ભોળા ખેડૂત સભાસદોને વિશ્વાસમાં લઈને તેમની સાથે લાખો રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી હતી.

માળિયા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ

આ સમગ્ર મામલે ઓડિટ અને તપાસ બાદ ઉચાપતનો આંકડો બે કરોડને પાર પહોંચતા અંતે માળિયા પોલીસ સ્ટેશનમાં કાન્તિભાઇ હિંગરાજીયા વિરુદ્ધ વિધિવત ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે છેતરપિંડી અને વિશ્વાસઘાત સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા અને આ કૌભાંડમાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે દિશામાં તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો: Rajkot: ભક્તિનગરમાં રામેશ્વર મહાદેવ મંદિરે તસ્કરો ત્રાટક્યા, દાનપેટી તોડી ચોરીની ઘટના CCTVમાં કેદ


  • Follow us on: