રાજકોટ શહેરના ભક્તિનગર પોલીસ સ્ટેશનની હદમાં આવેલી પુનિત સોસાયટીમાં ભક્તિ અને આસ્થાનું કેન્દ્ર એવા રામેશ્વર મહાદેવ મંદિરમાં મોડી રાત્રે તસ્કરોએ ખાતર પાડ્યું હતું. ભગવાનના દર્શને આવતા શ્રદ્ધાળુઓએ આપેલા દાન પર તસ્કરોએ હાથ સાફ કર્યો છે.


CCTVમાં કેદ થઈ ચોરીની કરતૂત

મંદિરમાં થયેલી આ ચોરીની સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. ફૂટેજમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કેરાત્રીના અંધકારનો લાભ લઈ તસ્કરો મંદિરમાં પ્રવેશ્યા હતા.તસ્કરોએ અત્યંત સાવચેતીપૂર્વક મંદિરની દાનપેટીના તાળા તોડ્યા હતા.દાનપેટીમાં રહેલી રોકડ રકમ ચોરી કરીને તસ્કરો પલાયન થઈ ગયા હતા.

આ પણ વાંચો: Surat: CPના PA પર હુમલો કરનાર ત્રણ શખ્સો ઝડપાયા, ટ્રાફિક હળવો કરાવતા હેડ કોન્સ્ટેબલનું નાક તોડી નાખ્યું


  • Follow us on: