સુરતના વરાછા રોડ પર ફરજ પ્રત્યે નિષ્ઠા દાખવવી એક પોલીસકર્મીને ભારે પડી હતી. પોલીસ કમિશનર (CP) ના પર્સનલ આસિસ્ટન્ટ (PA) તરીકે ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ અક્ષય આહિર પર થયેલા હુમલાના કેસમાં કાપોદ્રા પોલીસે કડક કાર્યવાહી કરી છે.
પોલીસકર્મી પર હુમલો કર્યો
હેડ કોન્સ્ટેબલ અક્ષય આહિર પોતાની ફરજ પૂર્ણ કરી ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે વરાછા રોડ પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. એક જવાબદાર પોલીસકર્મી તરીકે તેઓ પોતાની ગાડીમાંથી નીચે ઉતર્યા હતા અને ટ્રાફિક હળવો કરાવવાની કામગીરી શરૂ કરી હતી. આ દરમિયાન કાર ચાલક અને લક્ઝરી બસમાંથી ઉતરેલા શખ્સો સાથે બોલાચાલી થઈ હતી.બે આરોપીઓએ પંચ (મુક્કા) વડે અક્ષયભાઈના નાકના ભાગે જોરદાર પ્રહાર કર્યો હતો, જેના કારણે તેમને ગંભીર ફ્રેક્ચર થયું હતું.જ્યારે બે શખ્સો માર મારી રહ્યા હતા, ત્યારે ત્રીજા શખ્સે તેમનું ગળું દબાવી રાખી જાનથી મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો.










