ગિરનારના પવિત્ર અંબાજી મંદિરમાં વ્યવસ્થા અને વહીવટને લઈને ઉઠેલા પ્રશ્નોના પગલે સ્થાનિક તંત્ર દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યું છે. આજે પ્રાંત અધિકારીએ મંદિરે પહોંચીને સ્થળ તપાસ હાથ ધરી હતી અને મંદિરના દૈનિક કામકાજ વિશે ઊંડાણપૂર્વક સમીક્ષા કરી હતી.


સ્ટાફ અને રસોયાની પૂછપરછ

આ તપાસ દરમિયાન પ્રાંત અધિકારીએ મંદિરના રસોયા અને અન્ય સ્ટાફની સઘન પૂછપરછ કરી હતી. મંદિરની દૈનિક કામગીરી, અન્નક્ષેત્રની વ્યવસ્થા અને ભક્તો તરફથી મળતા દાન અંગેની વિગતો મેળવવામાં આવી હતી. આ ઉપરાંત, પૂજારીને નિયમિતપણે પગાર મળતો હોવાની સ્પષ્ટતા પણ તંત્ર દ્વારા કરવામાં આવી છે, જેથી દાન અંગેની કોઈપણ મૂંઝવણ દૂર થાય.

દાનની રકમ અંગે સ્પષ્ટ સૂચના

તપાસ દરમિયાન સૌથી મહત્વનો આદેશ એ આપવામાં આવ્યો છે કે હવેથી ભક્તોએ દાનની રકમ ફરજિયાતપણે 'દાનપેટી' માં જ નાખવાની રહેશે. મંદિરના વહીવટમાં પારદર્શિતા લાવવા માટે અને ભક્તોની શ્રદ્ધા જળવાઈ રહે તે માટે તંત્ર દ્વારા આ કડક સૂચના આપવામાં આવી છે. આ સાથે જ મંદિરના વહીવટમાં જે કાંઈ પણ ક્ષતિઓ જણાઈ હતી, તેમાં ત્વરિત સુધારો કરવા માટે તંત્રએ આદેશ જારી કર્યા છે.

આ પણ વાંચો: Himatnagar: ખેડ-તસીયા રોડ પર એકસાથે 4 દુકાનોના તોડ્યા તાળા, લાખોની ચોરી


  • Follow us on: