કડી શહેરમાં ગૌવંશ પ્રત્યેની અમાનવીય ક્રૂરતાનો કિસ્સો સામે આવતા જીવદયા પ્રેમીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. શહેરના એમ-માર્ટ મોલ સામેથી એક સ્કોર્પિયો કારમાં અજાણ્યા શખ્સો દ્વારા એક ગાયને અત્યંત ક્રૂરતાપૂર્વક ભરીને ફરાર થઈ જવાની ઘટના બની છે. આ સમગ્ર ઘટનાના CCTV સોશિયલ મીડિયામાં વાયરલ થતા પોલીસે ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

કડીમાં ગૌવંશ પ્રત્યેની અમાનવીય ક્રૂરતા

વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, સ્કોર્પિયો કાર (નંબર: GJ-18-NM-7693) માં પાછળના ભાગે બિલકુલ જગ્યા ન હોવા છતાં, ગૌવંશ હલનચલન ન કરી શકે તે રીતે તેને અમાનવીય રીતે ગોંધી રાખવામાં આવ્યો હતો. ગાયને કારમાં ભરવાની પદ્ધતિ એટલી ક્રૂર હતી કે તે જોઈને કોઈ પણ સંવેદનશીલ વ્યક્તિ ધ્રૂજી ઉઠે.

સ્કોર્પિયો કારમાં ગાયની હેરાફેરી

આ બાબતની જાણ થતા જ કડી પોલીસે તાત્કાલિક ધોરણે અજાણ્યા શખ્સો વિરુદ્ધ પ્રાણી ક્રૂરતા નિવારણ અધિનિયમ અને અન્ય સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. પોલીસે CCTV ફૂટેજ અને ગાડીના નંબરના આધારે આરોપીઓ સુધી પહોંચવા માટે સર્વેલન્સ તેજ કર્યું છે.

આ પણ વાંચો: Rajkot: રેલવે ડિવિઝન બન્યું કરોડપતિ! જૂના પાટા અને બિનઉપયોગી સામાન સહિતનો ભંગાર વેચીને કરી 33.11 કરોડની આવક