ભારતીય રેલવે હવે માત્ર મુસાફરો કે માલસામાનના ભાડા પર જ નહીં, પણ 'સ્ક્રેપ મેનેજમેન્ટ' દ્વારા પણ મોટી આવક કરી રહી છે. પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝને શૂન્ય ભંગાર (Zero Scrap) મિશન અંતર્ગત રેલવેના નકામા સામાનને વેચીને ₹33.11 કરોડની માતબર રકમ મેળવી છે.

રાજકોટ રેલવેની મોટી કમાણી

રાજકોટ ડિવિઝન દ્વારા રેલવેના વિવિધ સેક્શનમાં પડેલા જૂના અને બિનઉપયોગી લોખંડના પાટા, સ્લીપર, જૂની બેટરીઓ, કાટ લાગેલો ભંગાર અને અન્ય કચરાનો હરાજી (E-Auction) દ્વારા નિકાલ કરવામાં આવ્યો હતો. આ પ્રક્રિયાથી માત્ર આવક જ નથી થઈ, પરંતુ રેલવે પરિસરની સાફ-સફાઈ પણ થઈ છે અને જગ્યા પણ ખાલી થઈ છે.

જૂના પાટા અને બેટરીની હરાજી

રાજકોટ ડિવિઝનના અધિકારીઓના જણાવ્યા મુજબ, ભંગારનો સમયસર નિકાલ કરવો એ પક્ષના ટાર્ગેટનો એક ભાગ છે. આ પ્રવૃત્તિથી રેલવેની પ્રોપર્ટી ચોરી થવાનો ડર પણ ઘટે છે અને પર્યાવરણની જાળવણીમાં પણ મદદ મળે છે. 33 કરોડથી વધુની આ કમાણી રેલવે માટે પ્રોફિટેબલ સાબિત થઈ છે.

આ પણ વાંચો: Vadodara: કરજણ NH 48 પર કાર-ટ્રક વચ્ચે અકસ્માત, એક વ્યક્તિનું ઘટનાસ્થળે મોત