ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકામાં આવેલા જેઠલજ ગામમાં એક ચકચારી અને ભારે તંગદિલી સર્જનારી ઘટના સામે આવી છે
Gujarat| By Sandesh Team | Published: Jun 06, 2026 12:48 pm
લવ જેહાદનો મામલો
ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકામાં આવેલા જેઠલજ ગામમાં એક ચકચારી અને ભારે તંગદિલી સર્જનારી ઘટના સામે આવી છે. ગામમાં વસવાટ કરતી એક હિન્દુ સમાજની દીકરી ગુમ થવા મામલે 'લવ જેહાદ'ના ગંભીર આક્ષેપો લાગ્યા છે. એક વિધર્મી યુવક હિન્દુ યુવતીને પ્રેમજાળમાં ફસાવીને ભગાડી ગયો હોવાની વિગતો પ્રકાશમાં આવતા જ સમગ્ર પંથકમાં અને ગ્રામજનોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. આ મામલે ન્યાયની માંગ સાથે આખું ગામ રસ્તા પર ઉતરી આવ્યું હતું.
યુવતી ગત તારીખ 2 જૂનના રોજ ગાયબ
મળતી વિગતો મુજબ, જેઠલજ ગામની આશાસ્પદ યુવતી ગત તારીખ 2 જૂનના રોજ વહેલી પરોઢે અચાનક પોતાના ઘરેથી ગુમ થઈ ગઈ હતી. પરિવારજનોની પ્રાથમિક શોધખોળ દરમિયાન ચોંકાવનારો ખુલાસો થયો હતો કે, ગામમાં જ રહેતો શેખ જકવાન ઇમરાન નામનો વિધર્મી યુવક આ હિન્દુ દીકરીને ભગાડી ગયો છે.
લોકોમાં ભારે રોષ
આ વાતની જાણ વાયુવેગે ગામમાં પ્રસરતા જ લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. દીકરીની સુરક્ષા અને વિધર્મી યુવકની કરતૂતને લઈને ગામના હિન્દુ સંગઠનો અને સ્થાનિકો એકજૂથ થયા હતા.
ટોળાં એકઠા થઈને સીધા સાતેજ પોલીસ સ્ટેશન ખાતે ઉમટી પડ્યા
ઘટનાના વિરોધમાં મહિલાઓ અને પુરુષોના મસમોટા ટોળેટોળાં એકઠા થઈને સીધા સાતેજ પોલીસ સ્ટેશન ખાતે ઉમટી પડ્યા હતા. મોટી સંખ્યામાં હાજર ગ્રામજનો અને પીડિત પરિવારે સાતેજ પોલીસ મથકે લેખિત આવેદનપત્ર આપીને દીકરીને તાત્કાલિક અને હેમખેમ પરત લાવવા માટે ઉગ્ર માંગ કરી છે.
સાતેજ પોલીસ સ્ટેશનમાં આવેદનપત્ર આપ્યું
આ સાથે જ ગ્રામજનોએ આક્રોશ વ્યક્ત કરતા પોલીસ તંત્ર પાસે એવી બાહેધરી પત્રની માંગણી કરી છે કે ભવિષ્યમાં ગામની કોઈ અન્ય દીકરી સાથે આવી અમાનવીય કે લવ જેહાદની ઘટના ન બને. હાલ સાતેજ પોલીસે આવેદનપત્ર સ્વીકારીને ગુમ થયેલી યુવતી અને વિધર્મી યુવકને ઝડપી પાડવા માટે જુદી-જુદી ટીમો બનાવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.