કલોલ હાઇવેના સર્વિસ રોડ પર બેફામ થાર કાર ચાલકે ચાર વાહનોને અડફેટે લેતાં અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનામાં બે વર્ષના બાળક સહિત ચાર લોકો ઘાયલ થયા હોવાનું જાણવા મળ્યું છે.


થાર ચાલકે બાઈક, મોપેડ અને ટેમ્પો સહિત કુલ ચાર વાહનોને ટક્કર મારી

માહિતી મુજબ, થાર ચાલકે બાઈક, મોપેડ અને ટેમ્પો સહિત કુલ ચાર વાહનોને ટક્કર મારી હતી. અકસ્માત બાદ રોડ પર ભીડ એકત્ર થઈ ગઈ હતી અને ટ્રાફિક પણ ખોરવાઈ ગયો હતો.

ઘાયલોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા

ઘાયલોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બનાવની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે દોડી આવી અને પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી.

થાર ચાલકને કસ્ટડીમાં લેવાયો

પોલીસે થાર ચાલકને કસ્ટડીમાં લઈને પોલીસ મથકે લઈ જઈ પૂછપરછ શરૂ કરી છે. બેફામ ડ્રાઇવિંગને કારણે સર્જાયેલા આ બનાવથી સ્થાનિકોમાં રોષ ફેલાયો છે..


આ પણ વાંચો----    Surendranagar : સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલાં AAPને મોટો ઝટકો, રાજુ કરપડાએ AAP માંથી રાજીનામું આપ્યું


  • Follow us on: