અગાઉની નાણાકીય સિદ્ધિઓ કરતાં નોંધપાત્ર રીતે વહેલી પ્રાપ્ત કરાયેલ, આ સિદ્ધિ પોર્ટની અસાધારણ કાર્યક્ષમતા, મજબૂત કાર્ગો-હેન્ડલિંગ ક્ષમતાઓ અને તમામ હિસ્સેદારો અને પોર્ટ વપરાશકર્તાઓ વચ્ચેના સરળ સંકલનને પ્રતિબિંબિત કરે છે. આ ઐતિહાસિક સિદ્ધિ DPA કંડલાને ભારતને સમુદ્રી વિકાસ ક્ષેત્રે અગ્ર સ્થાન આપે છે, જે આયાત નિકાસ વેપાર માટે દેશના સૌથી વિશ્વસનીય અને શ્રેષ્ઠત્તમ સંચાલિત પોર્ટ તરીકેની તેની પ્રતિષ્ઠાને મજબૂત બનાવે છે.
ભારતના ટોચ પરફોર્મિંગ મુખ્ય બંદર તરીકે તેની સ્થિતિ જાળવી રાખી છે
સમય કરતાં ઘણું વહેલું 100 MMT સીમાચિહ્ન સુધી પહોંચવું DPAની સતત આગળ વધવાની ગતિ અને લિક્વિડ, ડ્રાય બલ્ક, બ્રેક-બલ્ક અને કન્ટેનર સેગમેન્ટ્સમાં વધતા કાર્ગો વોલ્યુમને સંભાળવાની તેની ક્ષમતા દર્શાવે છે. આ પ્રદર્શન મેરિટાઇમ અમૃત કાલ વિઝન હેઠળ વિશ્વસ્તરીય પોર્ટ આધારિત વિકાસ પ્રાપ્ત કરવાના ભારતના વિઝનને વધુ મજબૂત બનાવે છે, જે પશ્ચિમ દિશાના સમુદ્રકાંઠા પરના વેપાર, લોજિસ્ટિક્સ અને ઉદ્યોગ માટે નવી તકોના રસ્તા ખોલે છે. આ સિદ્ધિ સાથે, DPA કંડલાએ ગતિ, પ્રમાણ અને કૌશલ્ય સાથે અગ્રેસર બનતા ભારતના ટોચ પરફોર્મિંગ મુખ્ય બંદર તરીકે તેની સ્થિતિ જાળવી રાખી છે.
ભારતના દરિયાઈ ક્ષેત્રને વૈશ્વિક નકશા પર અગ્રેસર તરીકે સ્થાપિત
આ સીમાચિહ્ન એવા સમયે પ્રાપ્ત થયું છે જ્યારે ભારત માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના વિકસિત ભારત 2047ના વિઝન અનુસાર તેના પોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ક્ષમતાનું ઝડપથી આધુનિકીકરણ કરી રહ્યું છે, અને ભારતના દરિયાઈ ક્ષેત્રને વૈશ્વિક નકશા પર અગ્રેસર તરીકે સ્થાપિત કરવાના માનનીય વડાપ્રધાનના વિઝનમાં યોગદાન આપવાની DPA કંડલાની પ્રતિબદ્ધતાને પુનઃ સાબિત કરે છે.
DPA કંડલાનું મજબૂત પ્રદર્શન સીધું યોગદાન આપે છે
• ભારતની વૈશ્વિક દરિયાઈ સ્પર્ધાત્મકતા વધારવામાં
• દેશના આયાત નિકાસ વેપારમાં વૃદ્ધિ કરવામાં
• વેપાર અને વપરાશકર્તાઓ માટે વ્યવસાય કરવાની સરળતા વધારવામાં
• ગુજરાત અને ઉત્તર દિશાના અંતરિયાળ પ્રદેશોમાં લોજિસ્ટિક્સ કાર્યક્ષમતા મજબૂત બનાવવામાં.
ડિજિટલ સુવિધાના સતત અપગ્રેડના કારણે એકંદર પ્રદર્શન વધુ સુધર્યું
100 MMT સીમાચિહ્નની ઝડપી સિદ્ધિ DPA કંડલાની અનુકરણીય કાર્યક્ષમતા અને તમામ વિભાગોના અતૂટ ટીમવર્ક દ્વારા શક્ય બની છે. અસાધારણ દરિયાઈ અને બર્થ પ્રોડક્ટિવિટી, મજબૂત કાર્ગો ઇવેક્યુએશન સિસ્ટમ્સ અને સુધારેલી અંતરિયાળ કનેક્ટિવિટી સાથે, ચોવીસ કલાક સરળ કાર્ગોનું સંચાલન સુનિશ્ચિત કરવામાં આવ્યું છે. સ્ટોરેજ યાર્ડ્સ, લોજિસ્ટિક્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ડિજિટલ સુવિધાના સતત અપગ્રેડના કારણે એકંદર પ્રદર્શન વધુ સુધર્યું છે.
સમાન રીતે મહત્વપૂર્ણ આંતર-વિભાગીય સંકલન રહ્યું છે
જેમાં ટ્રાફિક વિભાગ, કાર્ગોનું સરળ સંચાલન અને આયોજન સુનિશ્ચિત કરે છે, મરીન વિભાગ શ્રેષ્ઠ નેવિગેશનલ કાર્યક્ષમતા અને જહાજની સુરક્ષિત મુવમેન્ટ જાળવી રાખે છે, મિકેનિકલ અને સિવિલ વિભાગો ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને જરૂરી સાધનોની તૈયારીને સહાયતા પુરી પાડે છે. અને CISF યુનિટ DPA, ફાઇનાન્સ, જનરલ એડમિનિસ્ટ્રેશન અને અન્ય વિભાગો પડદા પાછળ કોઈપણ ક્ષતિ રહિત કામગીરીમાં યોગદાન આપે છે.
ઐતિહાસિક સિદ્ધિ પર સમગ્ર DPA સમુદાયને અભિનંદન પાઠવ્યા
આ સિદ્ધિ પોર્ટ વર્કર્સ (શ્રમિકો), અધિકારીઓ, મરીન પાયલોટ્સ, ડોક પરના શ્રમિકો અને કર્મચારીઓના સમર્પણની પણ સાક્ષી છે જેઓ દિવસ-રાત અથાક કામ કરે છે. તેમના પ્રયાસો, શિપિંગ લાઇન્સ, CHAs, આયાતકારો, નિકાસકારો, કસ્ટમ્સના સત્તાવાળાઓ અને વેપારના ભાગીદારોના સતત સહકારે , સામૂહિક રીતે DPA કંડલાને આ અદ્ભુત સીમાચિહ્ન સુધી પહોંચાડ્યું છે. ચેરમેનનો સંદેશ, સુશીલ કુમાર સિંહ, IRSME, ચેરમેન DPA, એ આ ઐતિહાસિક સિદ્ધિ પર સમગ્ર DPA સમુદાયને અભિનંદન પાઠવ્યા અને તમામ હિસ્સેદારોને હાર્દિક કૃતજ્ઞતા વ્યક્ત કરી.
આ પણ વાંચો : Bavla News : અમદાવાદના ગ્રામ્ય વિસ્તાર બાવળામાં છરીના ઘા ઝીંકી યુવકની હત્યા, ઉંચા અવાજથી સાઉન્ડ વગાડતા મામલો બિચકયો હતો