કપડવંજ તાલુકાના ચીખલોડ ગામમાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલો સીમાંકનનો વિવાદ હવે ઉગ્ર રાજકીય સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. ચીખલોડ ગામને કપડવંજમાંથી હટાવીને નવનિર્મિત ફાગવેલ તાલુકામાં સમાવિષ્ટ કરવામાં આવતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
ચીખલોડમાં ભાજપ મહિલાઓ દ્વારા હલ્લાબોલ
કપડવંજ તાલુકાના ચીખલોડ ગામમાં છેલ્લાં કેટલાક સમયથી ચાલી રહેલો સીમાંકનનો વિવાદ હવે ઉગ્ર રાજકીય સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. ચીખલોડ ગામને કપડવંજમાંથી હટાવીને નવર્નિમિત ફાગવેલ તાલુકામાં સમાવિષ્ટ કરવામાં આવતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યે છે.આ નિર્ણયના વિરોધમાં આજે ભારતીય જનતા પાર્ટીની જ મહિલા કાર્યકરોએ પક્ષ સામે હલ્લાબોલ કરીને ચોંકાવનારો વિરોધ પ્રદર્શન કર્યો હતો.
મહિલાઓ કપડવંજ તાલુકા પંચાયત કચેરી ખાતે પહોંચી
છેલ્લા 10 દિવસથી ગામના લોકો શાંતિપૂર્વક ધરણાં કરી રહ્યા હતા, પરંતુ તંત્ર કે પક્ષના કોઇ નેતા દ્વારા તેમની માંગણીની નોંધ લેવામાં ન આવતા આજે મહિલાઓની ધીરજ ખૂટી ગઇ હતી. મોટી સંખ્યામાં મહિલાઓ કપડવંજ તાલુકા પંચાયત કચેરી ખાતે પહોંચી હતી અને પ્રમુખની ચેમ્બરમાં ધસી ગઇ હતી. રોષે ભરાયેલી મહિલાઓએ પોતાની ગરદન પરથી ભાજપનો કેસરીયો ખેસ ઉતારીને સીધો જ તાલુકા પંચાયત પ્રમુખના ટેબલ પર મૂકી દીધો હતો.
પક્ષ ન સમજી શકતો હોય તો પ્રતીક ધારણ ન કરવાની કરી વાત
મહિલાઓએ આક્ષેપ કર્યો હતો કે, જો પક્ષ તેમની લાગણી અને ગામના હિતને સમજી શકતો નહોય તો તેમને આવા પક્ષના પ્રતીકો ધારણ કરવાની કોઇ જરૂર નથી. ભાજપ શાસિત પંચાયતમાં જ ભાજપના કાર્યકરો દ્વારા કરવામાં આવેલા આ ખેસ ત્યાગને કારણે રાજકીય ગરમાવો વધી ગયો છે.ગ્રામજનોની સ્પષ્ટ માંગ છે કે ચીખલોડને કપડવંજ તાલુકામાં જ યથાવત રાખવામાં આવે. જો આગામી દિવસોમાં આ નિર્ણય પરત ખેંચવામાં નહીં આવે તો આંદોલનને વધુ તેજ કરવાની ચીમકી પણ આપવામાં આવી છે.
આ પણ વાંચોઃ Ahmdedabad: 15 શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીથી ફફડાટ, DEO એ આપ્યું નિવેદન