દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામ ખંભાળીયામાં રામનગર રોડ પર આજે એક કાળમુખી કારે ભારે કહેર વર્તાવ્યો છે. બેફામ ગતિએ આવી રહેલી કારે બાઈક પર જઈ રહેલા પિતા-પુત્રીને જોરદાર ટક્કર મારતા પિતાનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે, જ્યારે તેમની પુત્રી ગંભીર રીતે ઘાયલ થઈ છે.


રામનગર રોડ પર કારે બાઈકને અડફેટે લીધું

મળતી માહિતી મુજબ, અશ્વિનભાઈ ચોપડા પોતાની પુત્રી પાયલબેન સાથે બાઈક પર રામનગર રોડ પરથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન એક બેફામ બનેલી કારે તેમના બાઈકને અડફેટે લીધું હતું. કારની ટક્કર એટલી પ્રચંડ હતી કે બાઈક સવાર અશ્વિનભાઈ ફંગોળાયા હતા અને ગંભીર ઈજાઓ થવાને કારણે તેમણે ઘટનાસ્થળે જ અંતિમ શ્વાસ લીધા હતા.

પુત્રીની હાલત નાજુક

આ અકસ્માતમાં તેમની પુત્રી પાયલબેનને પણ શરીરે ગંભીર ઈજાઓ પહોંચી છે. અકસ્માત બાદ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્ત યુવતીને તાત્કાલિક સારવાર માટે સ્થાનિક હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. જોકે, ઈજાઓ વધુ ગંભીર હોવાથી તેને વધુ સારવાર માટે જામનગરની હોસ્પિટલમાં રિફર કરવામાં આવી છે.

આ પણ વાંચો: Surat: પાડોશીના ત્રાસથી કંટાળી મહિલાનો આપઘાતનો પ્રયાસ, સોશિયલ મીડિયા પર વીડિયો મૂકી પીધું ફીનાઈલ


  • Follow us on: