ખેડા જિલ્લાના માતર તાલુકાના ગરમાળા ગામે એક સનસનીખેજ ઘટના સામે આવી છે. ગામમાં શાંતિ ડહોળવાનો પ્રયાસ કરતા કેટલાક વિધર્મી તત્વોએ એક નિર્દોષ હિન્દુ યુવક પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો છે. માત્ર અપશબ્દો બોલવાની ના પાડવા જેવી સામાન્ય બાબતે થયેલા આ હુમલાને પગલે પંથકમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ છે.
અમદાવાદથી આવેલા શખ્સોએ મચાવ્યો આતંક
પ્રાપ્ત વિગતો અનુસાર, ગરમાળા ગામે હાલમાં જ અમદાવાદથી આવીને વસેલા કેટલાક વિધર્મી શખ્સો જાહેરમાં અપશબ્દો બોલી રહ્યા હતા. ગામના એક હિન્દુ યુવકે તેમને અપશબ્દો ન બોલવા અને સભ્યતા જાળવવા સમજાવ્યા હતા. આ વાતની અદાવત રાખીને ઉશ્કેરાયેલા વિધર્મીઓએ યુવક પર તીક્ષ્ણ હથિયાર (છરી) વડે જીવલેણ હુમલો કરી દીધો હતો.
યુવક નડિયાદ સિવિલમાં સારવાર હેઠળ
હુમલાખોરોએ યુવકને પેટના ભાગે છરીના ઘા ઝીંકી દેતા તે લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યો હતો. ઈજાગ્રસ્ત યુવકને તાત્કાલિક માતર અને ત્યારબાદ વધુ સારવાર અર્થે નડિયાદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે.
પોલીસ સ્ટેશને લોકોના ટોળા ઉમટ્યા
આ ઘટનાના સમાચાર વાયુવેગે ગામમાં ફેલાતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. મોટી સંખ્યામાં ગરમાળા ગામના અગ્રણીઓ અને સ્થાનિક લોકો માતર પોલીસ સ્ટેશન ખાતે દોડી ગયા હતા અને હુમલાખોરો વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. હોસ્પિટલ ખાતે પણ લોકોના ટોળા ઉમટી પડતા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
આ પણ વાંચો: SBI બેંકમાં ગ્રાહક અને કર્મચારી વચ્ચે હાઈવોલ્ટેજ ડ્રામા, જાહેરમાં છૂટાહાથની મારામારી