ચેક પોસ્ટ પર કાગળિયા વગર ટ્રકને જવા દેવા માંગી હતી લાંચ, કેસ ન કરવા 5 લાખ માંગ્યા, બાદમાં 1 લાખ નક્કી થયા અને આંગડિયા દ્વારા 80 હજાર, ફોન પેથી 10 હજાર લાંચ લીધી હતી, કુલ 90 હજારની લાંચ લેતા ACBની તપાસમાં પકડાયા હતા.


આંગડીયા મારફતે રૂપિયા લીધા હતા

આ કામે હકીકત એવી છે કે અરજદાર તા. ૧૭/૦૪/૨૦૨૧ ના રોજ તેઓની ટ્રકમાં ઘઉના કટ્ટા ભરી મોડાસા થી મુંબઇ જવા માટે નિકળેલ તે દરમ્યાન ખેડા જીલ્લાની રેલીયા પોલીસ ચેક પોસ્ટ આગળ આવતા ઉપરોક્ત આરોપીઓએ અરજદારની આ ટ્રક ઉભી રાખી તેઓની ટ્રક ચેક કરી અરજદાર પાસેથી ટ્રકને લગતા કાગળો તથા ટ્રકમાં ભરેલ માલસામાન અંગેના કાગળો માંગેલ. પરંતુ અરજદાર પાસે ટ્રક કે માલસામાનના કોઇ કાગળો ન હતા. જેથી આરોપીઓએ અરજદારની ટ્રક જમા લઇ તેઓની ઉપર કેસ કરવાની વાત કરી અને કેસ ન કરવો હોય તો પ્રથમ રૂપિયા પાંચ લાખની માંગણી કરતા અરજદારે રકઝક તથા વિનંતી કરતા રૂપિયા એક લાખ લેવાના નક્કી કરી અંતે આંગડીયા પેઢી મારફતે રૂ.૮૦,૦૦૦/- તથા ફોન પે દ્વારા રૂ.૧૦,૦૦૦/- મળી કુલ લાંચના નાણા રૂ.૯૦,૦૦૦/- અરજદાર પાસેથી રોકડા મેળવી લીધા હતા.

લાંચની લેતી-દેતી સબંધે હેતુલક્ષી વાતચીત કરી લાંચ લીધી હતી

જે બાબતે અરજદારે લાંચની માંગણી અને સ્વિકૃતિ સંબંધે થયેલ વાતચીત તથા લેવડ દેવડ પોતાના મોબાઇલ ફોનમાં રેકોર્ડીંગ કરી રેકોર્ડીંગ ઉપરથી રજુ કરેલ સી.ડી. અંગે એ.સી.બી. દ્વારા હાથ ધરવામાં આવેલ પ્રાથમિક તપાસ દરમ્યાન ઉપરોક્ત આરોપીઓએ અરજદાર સાથે લાંચની લેતી-દેતી સબંધે હેતુલક્ષી વાતચીત કરી લાંચ લીધેલ હોવાના દસ્તાવેજી પુરાવા, ટેકનીકલ પુરાવા તથા વૈજ્ઞાનીક સાંયોગિક પુરાવા મળતા લાંચ લેવા અંગેનો ગુનો બનતો હોવાનું સ્પષ્ટપણે ફલીત થયેલ છે. ઉપરોક્ત ત્રણેય આરોપીઓએ એકબીજાની મદદગારી કરી પોતાના હોદ્દાનો દુરુપયોગ કરી ગુનાહીત ગેરવર્તણુક આચરી રાજ્ય સેવક (સરકારી કર્મચારી) તરીકે પોતાના હોદ્દાને ન છાજે તેવું કૃત્ય કરી ગુનો કર્યા બાબત.

ફરીયાદી :

સરકાર તરફે જે.આઇ.પટેલ, પોલીસ ઇન્સ્પેકટર, ખેડા એ.સી.બી. પો.સ્ટે., નડીયાદ

આરોપીઓ :

01-રણજીતસિંહ શીવાજી ઝાલા, તત્કાલીન હોદ્દો : અન આર્મ્ડ પોલીસ કોન્સ્ટેબલ, બ.નં. ૯૫૩, વર્ગ : ૦૩, તત્કાલીન નોકરી : કપડવંજ રૂરલ પોલીસ સ્ટેશન, જી.ખેડા

02-રાજેશભાઇ ભીખાભાઇ બારૈયા તત્કાલીન હોદ્દો : આર્મ્ડ પોલીસ કોન્સ્ટેબલ, બ.નં. ૨૮૧, વર્ગ : ૦૩, તત્કાલીન નોકરી : કપડવંજ રૂરલ પોલીસ સ્ટેશન, જી.ખેડા

03-રાજેન્દ્રકુમાર પરબતસિંહ ગઢવી, હોદ્દો : જી.આર.ડી. (બિન વર્ગીકૃત) તાલુકા રજી.નં.૦૨, કપડવંજ, તત્કાલીન નોકરી : કપડવંજ રૂરલ પોલીસ સ્ટેશન, જી. ખેડા

લાંચની માંગણીની રકમ : રૂ.૯૦,૦૦૦/-

લાંચની સ્વીકારેલ રકમ : રૂ.૯૦,૦૦૦/-

લાંચની માંગણી અને સ્વિકૃતિની તારીખ : તા. ૧૭/૦૪/૨૦૨૧

ગુનો દાખલ કર્યા તારીખ : તા. ૧૭/૧૨/૨૦૨૫

સુપરવિઝન અધિકારી :

ડી.એન. પટેલ

ઇન્ચાર્જ મદદનીશ નિયામક

એ.સી.બી., અમદાવાદ એકમ, અમદાવાદ ‎


આ પણ વાંચો : Gandhinagar News : 52,400 મુલાકાતીઓ સાથે ખીજડિયાએ મજબૂત કરી ગુજરાતની ઇકો-ટુરિઝમ ઓળખ



  • Follow us on: