આજે ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘના ચેરમેન અને વાઈસ ચેરમેનની વરણી કરવામાં આવી છે. અમૂલ ડેરીની સત્તા કોના હાથમાં આવશે તે બાબતે ખેડૂતોમાં ભારે ઉત્તેજના હતી જેનો હવે અંત આવ્યો છે. ડેરીનું ચેરમેન પદ સાંભેસિંહ પરમારને સોંપવામાં આવ્યું છે જ્યારે વાઈસ ચેરમેન પદે વિજય પટેલની વરણી કરવામાં આવી છે. સામાન્ય ચૂંટણીના 96 દિવસ બાદ આજે અમૂલ ડેરીના ચેરમેન અને વાઈસ ચેરમેનની નિમણૂક કરાઈ છે.


ચેરમેન અને વાઈસ ચેરમેનની સર્વસંમતિથી નિમણૂક

ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘના નિયામક મંડળમાં સર્વસમંતિથી ચેરમેન અને વાઇસ ચેરમેનની નિમણૂક કરવામાં આવી છે. ચેરમેન પદે વીરપુરના સાંભેસિંહ પરમાર અને વાઈસ ચેરમેન પદે ડાકોરના વિજય પટેલની વરણી કરવામાં આવી છે. નવા વરાયેલા ચેરમેન અને વાઇસ ચેરમેનને અભિનંદનની વર્ષા થઈ હતી. અમૂલના સભાખંડ ખાતે મોટી સંખ્યામાં ટેકેદારો અને સમર્થકો હાજર રહ્યા છે. ભાજપના ધારાસભ્યો, જિલ્લા ભાજપ પ્રમુખ સંજય પટેલ અને સંગઠનના હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા છે.


આ પણ વાંચોઃ Ahmedabad News: સામાજિક બહિષ્કાર મુદ્દે કિંજલ દવે એ કહ્યું, મારા પરિવાર સામે કોમેટ થશે તો કાયદેસરના પગલા લઈશ


  • Follow us on: