ગુજરાતમાં હિંસક પ્રાણીઓ રહેણાંક વિસ્તારોમાં ઘૂસી જવાના અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવી રહ્યાં છે. ખેડાના ફતિયાવાડમાં દીપડાના આંટાફેરા થતા હોવાની આશંકા સેવાઈ છે. ઉધમાતપુરમા લોકો પર હુમલો કરનાર દીપડાની હજી કોઈ ભાળ મળી નથી. દીપડાની આશંકાને પગલે ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો છે. ગ્રામ જનોની નજર સામે જ બકરાને દબોચી દીપડો ફરાર થઈ ગયો હોવાનો બનાવ સામે આવ્યો છે. જેથી દીપડાને પકડવા માટે વન વિભાગે પાંજરા મુકીની કામગીરી શરૂ કરી છે.
ઉધમાતપુરામાં હુમલો કરનાર દીપડાના કોઇ ભાળ નહી
ઠાસરાના ઉધમાતપુરામાં દીપડાના હુમલા બાદ 5 ડિસેમ્બરથી કોઈ સગડ નથી ત્યારે કપડવંજ વિસ્તારમાં ફરી એક વખત ભયનો માહોલ ફેલાયો છે. કપડવંજ તાલુકાના ફતિયાવાડ સીમ વિસ્તારમાં દીપડાના આંટાફેરાની આશંકા સેવાઈ રહી છે. 2 જી ડિસેમ્બરે ઠાસરાના ઉધમાતપુરાના જલાનગરમાં હુમલો કરનાર દિપડાના કોઈ સગડ મળ્યા નથી. દીપડાની આશંકાને લઈ ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો છે. ગ્રામજનોની નજર સામે પશુને દબોચીને હિંસક પ્રાણી લઈ ગયું હોવાથી લોકોમાં ભય ફેલાયો છે.













