ગુજરાતમાં જ્યારે એક તરફ મહિલા સશક્તિકરણની વાતો જોરશોરથી કરવામાં આવે છે. ત્યારે ઠાસરામાંથી સામે આવેલી એક ઘટનાએ સરકાર અને સંગઠન બંનેને શરમમાં મૂકી દીધી છે. ઠાસરા ભાજપના મહામંત્રી ભરત રાઠોડનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેમાં તેઓ એક મહિલા સરપરંચ સાથે અત્યંત અભદ્ર ભાષામાં વાત કરતા અને દાદાગીરી કરતા જોવા મળે છે. ભાજપના નેતા બન્યા બાદ જાણે પોતાને સરકાર સમજી બેઠાં હોય તેવું આ વીડિયો પરથી લાગી રહ્યુ છે.


મહિલા સરપંચ સાથે કર્યુ અભદ્ર વર્તન

મળતી માહિતી પ્રમાણે ભરત રાઠોડ દ્વારા કરવામાં આવેલુ કથિત ગેરકાયદે બાંધકામ અને દબાણ છે. તંત્ર દ્વારા આ દબાણ હટાવવાનો આદેશ હોવા છતાં , સત્તાના જોરે આ નેતાઓ દબાણ હટાવવાની ના પાડી દીધી હતી. જ્યારે મહિલા સરપંચ પોતાની ફરજ બજાવવા અને દબાણ દૂર કરવા માટે રજૂઆત કરવા ગયા હતા. ત્યારે તેમણે ત્યારે મહામંત્રીએ મર્યાદા ઓળંગી દીધી હતી.આરોપ છે કે ભરત રાઠોડે મહિલા સરપંચને માત્ર અપશબ્દો જ નથી બોલ્યા, પરંતુ તેમની સાથે શારીરિક ઝપાઝપી માર માર્યાના આક્ષેપો પણ થયા છે.

પોલીસની કામગીરી સામે પ્રશ્નાર્થ

આ મામલે પોલીસની ભૂમિકા પણ શંકાના દાયરામાં આવી છે. પીડિત મહિલા સરપંચનો આક્ષેપ છે કે તેમને પોલીસ સ્ટેશનમાં 4 કલાક સુધી બેસાડી રાખવામાં આવ્યા હતા.નવાઇની વાત એ છે કે, પહેલા મહામંત્રીની ફરિયાદ લેવામાં આવી અને ત્યારબાદ લાંબા સમય પછી મહિલા સરપંચની ફરિયાદ નોંધાવામાં આવી. આ વિલંબ એ પણ સૂચવે છે કે સ્થાનિક તંત્ર પર ક્યાંકને ક્યાંક રાજકીય દબાણ કામ કરી રહ્યુ હતું.

સત્તાના જોરે મહિલાને દબાવવાનો પ્રયાસ

 આ ઘટના માત્ર એક ગામની નથી, પરંતુ તે માનસિકતાની છે જ્યાં ચૂંટાયેલી મહિલા પ્રતિનિધિને કામ કરતા રોકવામાં આવે છે અને સત્તાના જોરે દબાવવાનો પ્રયાસ થાય છે. વાયરલ વીડિયોએ ભાજપના આંતરિક શિસ્ત અને મહિલા સુરક્ષાના દાવાઓની પોલ ખોલી નાખી છે. હવે જોવાનું એ રહે છે કે પક્ષ આ નેતા સામે કેવા પગલાં ભરે છે.

આ પણ વાંચોઃ Vadodara News: સાવલી-વડોદરા રોડ પર ડમ્પરમાં લાગી આગ


  • Follow us on: