ખેડા જીલ્લાના તમામ રોડ રસ્તાઓ પર દિવસ રાત બેફામ ડમ્પરો કોઈપણ કાયદાના પાલન વગર દોડી રહ્યા છે પણ ખેડા ખાણ ખનીજ વિભાગ, ટ્રાફિક પોલીસ તેમજ RTOના અધિકારીઓની હિંમત નથી કે તે આ ડમ્પરોને રોકીને આ ખનીજ માફિયાઓ પર કાયદેસરની કાર્યવાહી કરે, બસ આજ રીતે છેલ્લા 8 થી 9 મહિનાથી ખેડા જીલ્લાના ગળતેશ્વર તાલુકાના રૂસ્તમપુરા ગામ નજીકથી પસાર થતી મહિસાગર નદીની અંદર અંદાજે 800-900 મીટરમાં દિવસ રાત, બેરોકટોક, બેફામ રીતે બ્લેક ટ્રેપ, પત્થરનું બ્લાસ્ટિંગ કરીને ખનન ચાલતુ હતુ.


સેવાલીયાની અલગ અલગ ક્વોરીઓમાં પણ કાચો માલ સપ્લાય કરવામા આવતો હતો

જેમાંથી દિવસના લગભગ 100થી વધુ જેટલા ડમ્પર બ્લાસ્ટિંગ કરીને કાચો માલ ત્રંબકેશ્વર ક્વોરી સેવાલિયા અને પાલ હિલ ક્વોરી સેવાલિયામાં માલ સપ્લાય કરાતો હોવાની સુત્રો દ્વારા માહિતિ મળી છે આ ઉપરાંત સેવાલીયાની અલગ અલગ ક્વોરીઓમાં પણ કાચો માલ સપ્લાય કરવામા આવતો હતો, સૌથી મહત્વની વાત એ છે કે આ ખનન પ્રવૃત્તિ સંપૂર્ણ ગેરકાયદેસર રીતે ચાલતી હતી એટલે કે સૂત્રો પાસેથી મળેલ માહિતિ મુજબ આ ખનન પ્રવૃત્તિ માટે ખનન માફિયાઓ કોઈ પણ પ્રકારની મંજુરી,કોઈપણ વિભાગનુ લાયસન્સ કે, કાયદેસરની પરવાનગી લીધા વગર અને કોઈપણ જાતના કાયદા કાનૂનના ડર વગર આ બિલકુલ ગેરકાયદેસર રીતે ખનન પ્રવૃત્તિ ચલાવવામા આવી રહી હતી.

અધિકારીઓની મજાલ ન થઈ કે આ ખનન માફિયાઓની કૉલર પકડી શકે...!

ત્યારે સવાલ ચોક્કસથી થાય કે શું ખનન માફિયાઓના ભરણના ભાર નીચે ખાણખનીજના અધિકારીઓ દબાઇ ગયા હશે એટલે અત્યાર સુધી કોઈ કાર્યવાહી નથી કરી...?? આ તમામ ગેરકાયદેસર ખનનની ગાંધીનગર ફ્લાઈંગ સ્કવોર્ડની ટીમ જેમાં ખેડા જીલ્લામાં અગાઉ કામ કરીને ગયેલા અને હાલ ગાંધીનગર ફ્લાઈંગ સ્કવોર્ડમા ફરજ બજાવતા ધવલ સતપુતે ને બાતમી મળતાજ 21 જાન્યુ.એ ત્રણ ગાડીઓનો કાફલો લઈને રુસ્તમ પુરા મહીસાગર નદીની અંદર ચાલતી ગેરકાયદેસર માઈનિગ સાઈટ પર પહોંચી ગયા હતા અને સ્થળ પર રેડ કરી ૩ હિટાચી મશીન, એક હિટાચી બ્રેકર મશીન અને એક ટ્રેકટર કોમ્પ્રેસર મશીન, બ્લેકટ્રેપ ખનિજનું ગેરકાયદેસર રીતે ખનન કરતા ઝડપી પાડ્યુ હતુ.

નદીમાં થાય છે રેતી ખનન !

આ સમગ્ર રેડની જાણ ખેડા ખાણ ખનીજ ટીમના સચિન પટેલને થતા તે તાબડતોબ રૂસ્તમપુરા માઈનિંગ સાઈટ પર પહોંચી ગયા હતા અને ખનન માફિયાઓને બચાવવા માટે યોગ્ય ભૂમિકા ભજવી હતી. આ સમગ્ર રેડ મામલે મહત્વની વાત એ છે કે સૂત્રો પાસેથી મળેલ માહિતિ મુજબ આ ખનન પ્રવૃત્તિમાં 3હિટાચી બ્રેકર મશીન(પત્થર તોડવા માટે વપરાતુ મશીન), 3 હિટાચી મશીન (તોડેલ પત્થર બકેટમાં ઉચકી ડમ્પરમા લૉડ કરતું મશીન), એક ટ્રેકટર સાથે કોમ્પ્રેસર મશીન, સાથે કુલ 4 ડમ્પર મહીસાગર નદીમાં ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિમાં વપરાતા હતા.

ખેડા ખાણ ખનીજ વિભાગ અધિકારીની શંકાસ્પદ ભૂમિકા

જેને રેડ કરનાર અધિકારીએ ઝડપી પાડ્યા હતા પરંતુ વહીવટ કરી સ્થળ પરજ વાહનો છોડી દેવામા આવ્યા અને ફક્ત ૩ હિટાચી મશીન, એક હિટાચી બ્રેકર મશીન અને એક ટ્રેકટર કોમ્પ્રેસર મશીનજ બતાવવામાં આવ્યા..જપ્ત કરાયેલ તમામ વાહનો સેવાલીયાની જનતા ક્વોરીમા સીઝ કરીને મુકવામા આવ્યા છે. સુત્રો પાસેથી મળેલી માહિતિ મુજબ સૌથી વિસ્ફોટક, ગંભીર અને દેશની સુરક્ષા સામે સવાલ ઉભી કરનાર વાત એ છે કે આ રેડ દરમિયાન 250 જેટલા વિસ્ફોટક કે જેનો ઉપયોગ માઈનીંગમાં બ્લાસ્ટિંગ કરી પત્થરો તોડવા માટે કરવામા આવે છે અને તેના માટે ખાસ લાયસન્સ પણ લેવુ પડતુ હોય છે. તે પણ મળી આવ્યા હતા પરંતુ ખનન માફિયાઓને બચાવવા ખેડા ખાણ ખનીજ વિભાગ અધિકારી દ્વારા સમગ્ર મામલો દબાવી દેવડાવવામા આવ્યો હતો.

આવા ખનન માફિયાઓ સામે કાર્યવાહી કરવા માગ ઉઠી છે

ખનન કરનાર વ્યકિતએ અગાઉ પંચમહાલમા ખાણ ખનીજ અધિકારીઓ પર હુમલો કરવા મામલે પાસા હેઠળનો ગુનો પણ દાખલ થયેલો છે, તેમ છતા વધુએકવાર સંપૂર્ણ ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિ કરીને વધુએકવાર ગુનો કર્યો છે આ સમગ્ર મામલે વધુ એક વાર ફરિયાદ થાય તો તેના ગંભીર પરિણામો આવી શકવાના હોય આ ખનન માફિયાઓ સાથે ખાણ ખનીજના અધિકારીઓએ વહીવટ કરીને તેનું નામ કાઢી નાખી તેને બચાવવાનો સંપૂર્ણ પ્રયાસ કર્યો છે. સંપૂર્ણ સ્થાનિક રાજકીય પીઠબળ હેઠળ અલમસ્ત બનીને કોઈપણ મંજૂરી વગર ચાલતા ખનન માફિયાઓ વિરુદ્ધ કેવી કડક કાર્યવાહી અને કડક દંડ ફટકારાય છે અને આ રેડ મામલે કેવી કડક ઊંડાણપૂર્વક તપાસ થાય છે એ જોવુ રહ્યું.


આ પણ વાંચો : Maha Shivratri 2026 : જૂનાગઢમાં મહાશિવરાત્રી મેળાના સુચારૂ આયોજન યોજાઈ બેઠક, 11 ફેબ્રુઆરીએ સૌ પ્રથમવાર અલૌકિક નગર પ્રવેશ સાથે નગરયાત્રા નીકળશે


  • Follow us on: