ખેડા જિલ્લાના મહુધા તાલુકાના મીનાવાડા ગામે લગ્ન પ્રસંગ દરમિયાન DJ કોમ્પિટિશન કરનાર સંચાલકો સામે મહુધા પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે.


મહાલક્ષ્મી DJ અને માડી DJના સંચાલકો આમને-સામને સ્પર્ધા કરતા હતા

મીનાવાડા ગામે મહાલક્ષ્મી DJ અને માડી DJના સંચાલકો આમને-સામને આવી જઇ સ્પર્ધા કરતા હોવાના કારણે પરિસ્થિતિ તંગ બની હતી.

 બંને DJ સંચાલકો વચ્ચે ગાળાગાળી તેમજ પથ્થરમારો

પોલીસ લગ્ન સ્થળ પર પહોંચી ત્યારે બંને DJ સંચાલકો વચ્ચે ગાળાગાળી તેમજ પથ્થરમારો થઈ રહ્યો હતો. આ દરમિયાન પોલીસ પર પણ પથ્થર વાગતાં તંત્રને જરૂરી બળ પ્રયોગ કરી પરિસ્થિતિ પર કાબૂ મેળવવો પડ્યો હતો.

કાયદેસરની કાર્યવાહી

મહુધા પોલીસે બંને DJ માલિકો, DJ ઓપરેટરો, DJના સમર્થકો તેમજ ઈન્સ્ટાગ્રામ પર વીડિયો અપલોડ કરનાર વ્યક્તિઓ સામે પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 80 લાખ 25 હજારનો મુદ્દામાલ કબજે

પોલીસ દ્વારા DJ સિસ્ટમ, આઇસર ગાડી, લેપટોપ સહિત કુલ રૂ. 80 લાખ 25 હજારનો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો છે. સમગ્ર મામલે મહુધા પોલીસ દ્વારા વધુ તપાસ ચાલુ છે.


આ પણ વાંચો----    Gandhinagar : ઠાકોર સમાજનું મહાસંમેલન, સમાજે બંધારણ બનાવ્યું છે તે પાળીશું તેવી પ્રતિજ્ઞા લેવાઇ

  • Follow us on: