પ્રેમીને ત્રાસ આપી મરવા મજબૂર કરતા પ્રેમિકાને સજા ફટકારવવામાં આવી છે, આરોપી મહિલા અને વિશાલ ગોહિલ વચ્ચે પ્રેમસંબંધ હતો અને પ્રેમસંબંધની જાણ પરિણિત મહિલાનો પતિ ત્રાસ આપતો હતો અને ત્રણ લોકોએ વિશાલ ગોહિલ પાસેથી પૈસા પડાવ્યા હતા અને વર્ષ 2021માં વિશાલ ગોહિલે આપઘાત કર્યો હતો.
માનસિક ત્રાસ તથા ધાકધમકીઓ આપી મરવા મજબૂર કરનાર આરોપી પ્રેમિકાને 5 વર્ષની સજા
નડિયાદ સેશન્સ કોર્ટે પ્રેમીને માનસિક ત્રાસ આપી મરવા મજબૂર કરનાર આરોપી મહિલાને ફટકારી સજા અને આરોપી પરણિત મહિલા કિંજલ સચીનભાઇ પટેલને વિશાલ ગોહિલ સાથે હતો પ્રેમ સંબંધ, પ્રેમ સંબંધની જાણ પરણિત મહિલાના પતિ સચીન અને અન્ય પ્રેમી જીતેંદ્ર ઉર્ફે ગોપાલ રાણાને અપતા હતા માનસિક ત્રાસ, તો આ ત્રણેયે મળી મરણજનાર વિશાલ ગોહિલ પાસેથી ટુકડે ટુકડે ₹1,80,000 પણ પડાવ્યા હતા, ત્યારબાદ પણ સતત ધાકધમકીઓ અને માનસિક ત્રાસ આપતા વિશાલે 14-09-21એ ઝેરી દવા પી આપઘાત કર્યો હતો.
