વડોદરાના પાદરામાં યુવકની હત્યા કરવામાં આવી છે, રાણાભાઇ ચાવડા નામના યુવકની હત્યા કરવામાં આવી છે, પાદરા પોલીસે હત્યાને લઇ વધુ તપાસ હાથ ધરી છે, મોડી રાત્રે હત્યા કરવામાં આવી છે અને અંગત અદાવતમાં હત્યા થઈ હોવાનું પોલીસનું અનુમાન છે, પોલીસે સમગ્ર કેસમાં હત્યાનો ગુનો નોંધ્યો છે.

વડોદરાના પાદરામાં યુવકની હત્યા

પાદરા જંબુસર હાઇવે રોડ પર મહલી તલાવડી પાસે યુવકની હત્યા કરવામાં આવી છે, મોડી રાત્રે ઘર બહાર સૂતા યુવકના શરીર પર તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને તેની હત્યા કરવામાં આવી છે, પરિવાર અંદર સૂતો હતો અને યુવક બહાર સૂતો હતો તે દરમિયાન હત્યાની ઘટના બની છે, પોલીસે મૃતદેહને પીએમ માટે ખસેડયો છે અને પીએમ થયા બાદ મૃતદેહ પરિજનોને સોંપવામાં આવશે, પોલીસે રોડ પરના સીસીટીવી તપાસ માટે લીધા છે.

હત્યા કરી હત્યારાઓ ફરાર

તો હત્યા કરી હત્યારો ફરાર થયો છે અને પોલીસે આસપાસના લોકોના પણ નિવેદન લીધા છે, આ સમગ્ર કેસમાં કોઈ જાણભેદુ એ હત્યા કરી હોવાની પોલીસને શંકા છે, કેમકે યુવક બહાર સૂતો હતો અને તે દરમિયાન ઉંઘનો લાભ ઉઠાવીને હત્યા કરવામાં આવી છે, પોલીસે મૃતક યુવકનો ફોન પણ તપાસ માટે લીધો છે.


આ પણ વાંચો : Rajkot News : 31 ડિસેમ્બર પહેલા રાજકોટમાંથી ઝડપાયો 18.72 લાખનો વિદેશી દારૂ, બુટલેગર કેતન રાઠોડે મંગાવ્યો હતો દારૂ