રાજકોટના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયો દારૂનો જથ્થો, પોલીસને બાતમી હતી કે પસ્તીની આડમાં દારૂનો જથ્થો આવી રહ્યો છે અને તેના આધારે પોલીસે વોચ ગોઠવીને દારૂ ઝડપી પાડયો છે, રાજકોટના કેતન રાઠોડે મંગાવ્યો હતો દારૂનો જથ્થો, તો કેતન રાઠોડ હાલમાં પોલીસ પકડથી દૂર છે.


રાજકોટમાં 31મી ડિસેમ્બર પૂર્વે 18.72 લાખનો દારૂ ઝડપાયો

રાજકોટમાં 31 ડિસેમ્બર પૂર્વે 18 લાખનો દારૂનો જથ્થો ઝડપાયો છે. છાપાની પસ્તીની આડમાં લવાતો દારૂનો જથ્થો ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે અને ધર્મેન્દ્ર ઠાકોર અને મોહન ભીલ નામના વ્યકિતની ધરપકડ કરવામાં આવી છે જેઓ ખેડા જિલ્લાના રહેવાસી છે, રાજકોટના કેતન રાઠોડ નામના વ્યક્તિએ મંગાવ્યો હતો દારૂ અને વિશાલસિંગ રાજપૂત નામના વ્યક્તિએ દ્વારા આપવામાં આવ્યો હતો દારૂ ભરેલ ટ્રક.

7 ડિસેમ્બર 2025ના રોજ જસદણના આટકોટ ગામ નજીકથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂ ઝડપાયો

આટકોટ પાસે બાપા સીતારામ હોટલ નજીક પાર્ક કરેલ સિમેન્ટના ટ્રકમાંથી વિદેશી દારૂ ઝડપાયો છે, SMCની રેડ દરમિયાન મોટા પ્રમાણમાં ઝડપાયો છે, એસએમસીએ ડ્રાઈવર અને કલિનરની ધરપકડ કરીને તપાસ શરૂ કરી છે, દારૂનો જથ્થો કયાંથી આવ્યો અને કોણે મંગાવ્યો હતો તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી હતી. એસએમસીએ બાતમીના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે, 31 ડિસેમ્બર પહેલા સૌથી મોટી માત્રામાં દારૂનો જથ્થો ઝડપાયો છે.

આ પણ વાંચો : Railway News : પશ્ચિમ રેલવે દોડાવશે સાબરમતી અને દિલ્લી સરાય રોહિલ્લા વચ્ચે સ્પેશિયલ ક્રિસમસ ટ્રેન


  • Follow us on: