ખેડા જિલ્લાની ઠાસરા ટીચર્સ ક્રેડિટ સોસાયટીમાં ભ્રષ્ટાચાર આચરનારા પ્રમુખ અને મંત્રી સામે જિલ્લા રજિસ્ટ્રારે કડક શિક્ષાત્મક પગલાં ભર્યા છે. સભાસદો માટે ભેટની ખરીદીમાં ઈ-ટેન્ડરિંગના નિયમોનું ઉલ્લંઘન કરવા અને સત્તાનો દુરુપયોગ કરવા બદલ પ્રમુખ અને મંત્રીને તાત્કાલિક અસરથી હોદ્દા પરથી દૂર કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
ઠાસરામાં ભ્રષ્ટાચારી પ્રમુખ-મંત્રીનો 'ખેલ' ખતમ
મંડળીમાં સભાસદોને ભેટ આપવા માટે 20.50 લાખના ધાબળા ખરીદવા અંગેનો ઠરાવ કરવામાં આવ્યો હતો. જોકે, પ્રમુખ દિનેશ બારીયા અને મંત્રી ચંદ્રકાંત વાળંદે પોતાની સત્તાનો દુરુપયોગ કરી, ઈ-ટેન્ડરિંગની પ્રક્રિયા કર્યા વિના જ સીધી ખરીદી કરી હતી. એટલું જ નહીં, આ ખરીદી ઠરાવમાં નક્કી કરાયેલી કિંમત કરતાં વધુ ભાવે કરવામાં આવી હોવાનું પણ સામે આવ્યું હતું.
