ખેડા જિલ્લાના વસો ગામમાં આવેલી વેદ હોસ્પિટલ ફરી એકવાર વિવાદોના ઘેરામાં આવી છે. હોસ્પિટલના સ્ટાફની ઘોર બેદરકારીને કારણે એક નિર્દોષ યુવકનો જીવ અને કારકિર્દી જોખમમાં મુકાઈ હોવાનો સનસનીખેજ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ડોક્ટરની ગેરહાજરીમાં નર્સે આપેલા એક ઈન્જેક્શનને કારણે યુવકના આખા હાથમાં ગંભીર ઈન્ફેક્શન ફેલાઈ ગયું છે.


ડોક્ટરની ગેરહાજરીમાં નર્સે ઈન્જેક્શન આપ્યું

મળતી માહિતી મુજબ, માતર તાલુકાના વસો ગામનો એક યુવક કમરના દુખાવાની સારવાર માટે વેદ હોસ્પિટલ પહોંચ્યો હતો. તે સમયે હોસ્પિટલમાં કોઈ જવાબદાર ડોક્ટર હાજર નહોતા. ડોક્ટરની ગેરહાજરીમાં ત્યાં હાજર નર્સે યુવકને જમણા હાથે ઈન્જેક્શન આપ્યું હતું. ઈન્જેક્શન આપ્યાના ટૂંકા સમયમાં જ યુવકને અસહ્ય દુખાવો શરૂ થયો હતો અને જોતજોતામાં આખા હાથ પર ઈન્ફેક્શન ફેલાઈ ગયું હતું. હાલ સ્થિતિ એવી છે કે યુવક પોતાનો જમણો હાથ સીધો પણ કરી શકતો નથી.

ઓપરેશનનો ખર્ચ દર્દીએ ભોગવવો પડશે

જ્યારે પીડિત યુવક અને તેનો પરિવાર આ ફરિયાદ લઈને પરત વેદ હોસ્પિટલ પહોંચ્યા, ત્યારે હોસ્પિટલ સત્તાધીશોએ પોતાની ભૂલ સ્વીકારવાને બદલે ઉદ્ધત વર્તન કર્યું હતું. હોસ્પિટલ દ્વારા યુવકને તાત્કાલિક ઓપરેશન કરવાની સલાહ આપવામાં આવી હતી, પરંતુ સાથે એવી શરત પણ મૂકી કે ઓપરેશનનો તમામ ખર્ચ દર્દીએ પોતે જ ભોગવવો પડશે. પોતાની ભૂલ હોવા છતાં ખર્ચની માંગણી કરતા દર્દીના પરિવારજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.


આ પણ વાંચો: સૌરાષ્ટ્ર-કચ્છ વાઇબ્રન્ટ સમિટ, મારવાડી યુનિવર્સિટી ખાતે એરપોર્ટ ઓથોરિટીનો સ્ટોલ આકર્ષણનું કેન્દ્ર

  • Follow us on: