કચ્છના માધાપર પોલીસ સ્ટેશનના પીઆઈ ડી.એમ. ઝાલાની તાત્કાલિક બદલી કરવામાં આવી છે. તેમની બદલીનું કારણ ઝુરા ગામે થયેલી જનતા રેડ છે. થોડા દિવસો અગાઉ ઝુરા ગામે આંગણવાડીની નજીક જ દેશી દારૂનો અડ્ડો ધમધમી રહ્યો હોવાની માહિતી મળતા સ્થાનિક લોકોએ જાતે જ ત્યાં રેડ કરી હતી. સંવેદનશીલ સ્થળ પાસે ગેરકાયદે પ્રવૃત્તિ ચાલતી હોવા છતાં પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી ન થતાં આ મામલો ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો.
માધાપર PIની બદલી ક્રાઇમ અગેન્સ્ટ વુમનમાં કરાઇ
આ સમગ્ર મામલે ગંભીરતા દાખવીને જિલ્લા પોલીસ વડાએ કાર્યવાહી કરી છે. પીઆઈ ડી.એમ. ઝાલાની બદલી ક્રાઇમ અગેન્સ્ટ વુમન વિભાગમાં કરવામાં આવી છે. તેમના સ્થાને મહિલા પીઆઈ એ.કે. જાડેજાને માધાપર પોલીસ સ્ટેશનનો હવાલો સોંપવામાં આવ્યો છે. આ પગલાથી પોલીસની બેદરકારી સામે કડક વલણ અપનાવાયું છે.













