કચ્છ જિલ્લામાં રોકાણકારોને ઊંચા વળતરની લાલચ આપી કરોડો રૂપિયાનું ફૂલેકું ફેરવનાર પિતા-પુત્રની જોડીને પોલીસે ઝડપી પાડી છે. ભુજ એ-ડિવિઝન પોલીસે આ ચકચારી કેસમાં તપાસનો ધમધમાટ તેજ કરી આરોપીઓને અમદાવાદથી દબોચી લીધા છે. આરોપીઓ રાજકુમાર કૈલાસ રાય અને તેનો પુત્ર રાહુલ રાજકુમાર રાય, જેઓ યુનિક મર્કેન્ટાઈલ ઇન્ડિયા લિમિટેડ તેમજ એસ.એમ.સી.એમ. લિમિટેડ નામની પેઢીઓ ચલાવતા હતા. તેમણે રોકાણકારોને ટૂંકા ગાળામાં જંગી વળતર આપવાની લાલચ આપી કરોડો રૂપિયાનું રોકાણ કરાવ્યું હતું.


ભુજ પોલીસે આરોપીઓને અમદાવાદથી ઝડપ્યા

જોકે રોકાણની પાકતી મુદતે વળતર ચૂકવવાને બદલે આરોપીઓએ છેતરપિંડી આચરી હતી અને લાંબા સમયથી પોલીસને થાપ આપી રહ્યા હતા. ભુજ પોલીસને ટેકનિકલ સર્વેલન્સ દ્વારા બાતમી મળી હતી કે આરોપીઓ અમદાવાદમાં છુપાયેલા છે. જે આધારે પોલીસે અમદાવાદ ખાતેથી બંનેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કૌભાંડનો વ્યાપ ઘણો મોટો હોવાની શક્યતા છે અને હજુ પણ અનેક ભોગ બનનારા લોકો સામે આવે તેવી સંભાવના છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

  • Follow us on: