બંને વચ્ચે ઝગડો થતા પતિએ પત્નીને સળગાવવાનો કર્યો પ્રયાસ અને હત્યાનો પ્રયાસ કરનાર પતિ પણ કચ્છમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે, પતિ સામે હત્યાનો પ્રયાસ અને એટ્રોસિટી હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે, ભૂજ એ ડિવિઝન પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.


ભુજના એરપોર્ટ રોડ આવેલ છત્રીસ ક્વાર્ટર પોલીસ લાઇનનો બનાવ

પતિએ કોન્સ્ટેબલ પત્નીને જીવતી સળગાવાનો પ્રયાસ કર્યો છે, કોન્સ્ટેબલ પતિએ પેટ્રોલ છાંટી કોન્સ્ટેબલ પત્નીને જીવતી સળગવાનો પ્રયાસ કર્યો હતા અને આરોપી પતિ સામે એ, ડિવિઝન પોલીસ સ્ટેશનમાં હત્યાનો પ્રયાસ, એન્ટ્રોસીટી એકટ મુજબ ગુનો નોંધાયો છે, અમદાવાદમાં રથયાત્રાના બંદોબસ્ત સમયે ગઢશીશા પોલીસ સ્ટેશનમાં લોકરક્ષક પોલીસ કોન્સ્ટેબલ તરીકે નોકરી કરતા અલ્ફાઝ ઈકબાલ પંજા સાથે પરિચય થયેલો. પરિચય પ્રેમમાં પરિણમેલો અને બેઉ જણે અમરેલીમાં સ્પેશિયલ મેરેજ એક્ટ તળે લગ્ન કરી લીધા હતા. કિરણ નલિયા રહેતી હોઈ અલ્ફાઝ અવારનવાર નલિયા આવતો રહેતો તો કિરણ ઘણીવાર ગઢશીશા પતિને મળવા જતી. માતાને ઘૂંટણની સારવાર માટે અવારનવાર ભુજ આવવું પડતું હોઈ કિરણ ભુજમાં તેની બહેનપણીના છત્રીસ ક્વાર્ટરમાં આવેલા મકાનમાં માતા સાથે રહેવા આવી ગયેલી.

આ પણ વાંચો : Banaskantha News : લો બોલો, લાખો લીટર પાણી વહી ગયું ખેતરોમાં, વાવ થરાદના સુઇગામમાં કેનાલમાં ગાબડું પડતા ખેડૂતો ચિતિંત


  • Follow us on: