સરહદી જિલ્લા કચ્છના ખાવડા ખાતે નિર્માણ પામી રહેલા વિશ્વના સૌથી મોટા રિન્યુએબલ એનર્જી પાર્કમાં ચોરીની એક મોટી ઘટના સામે આવી છે. પ્રોજેક્ટની કામગીરી દરમિયાન તસ્કરોએ સોલાર પ્લેટોમાં લગાવવામાં આવતા કિંમતી કેબલની ચોરી કરી પોલીસને પડકાર ફેંક્યો છે.
રિન્યુએબલ એનર્જી પાર્કમાં ચોરી
મળતી માહિતી મુજબ, ખાવડા રીન્યુએબલ એનર્જી પાર્કના સાઇટ વિસ્તારમાં રાખવામાં આવેલા સોલાર કેબલ્સ પર તસ્કરોએ નજર બગાડી હતી. પ્રોજેક્ટમાં સોલાર પ્લેટોને જોડવા માટે વપરાતા અંદાજે ₹7 લાખની કિંમતના કેબલ રાત્રિના અંધકારમાં તસ્કરો ઉઠાવી ગયા હતા. કામગીરીના સમયે કેબલ ગાયબ હોવાનું જણાતા કંપનીના સત્તાધીશોમાં દોડધામ મચી ગઈ હતી.










