કચ્છ જિલ્લાના ગાંધીધામ શહેરમાં એક હૃદય હચમચાવી દેનારી માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. ગાંધીધામની ખન્ના માર્કેટ વિસ્તારમાં રસ્તા પર ચાલતા એક યુવકનું ટ્રકની નીચે આવી જતાં કરૂણ મોત નીપજ્યું છે. સમગ્ર અકસ્માતની ઘટના ત્યાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે.


યુવકનું અચાનક ટ્રક નીચે આવતા મોત

ફૂટેજમાં દેખાય છે કે રસ્તા પર ચાલી રહેલો યુવક અચાનક પૂરપાટ ઝડપે આવતી ટ્રક નીચે આવી જાય છે અને તેના શરીર પર ટ્રકના પૈડાં ફરી વળે છે. આ ઘટનાને કારણે યુવકનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. પોલીસે આ ગંભીર અકસ્માતના CCTV ફૂટેજના આધારે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

  • Follow us on: