ભારતીય સેનાના જવાનો માત્ર દુશ્મનો સામે લડવામાં જ નહીં, પરંતુ સાહસિક પ્રવૃત્તિઓમાં પણ હંમેશા અગ્રેસર રહે છે. કચ્છના સફેદ રણમાં ધોરડો ખાતેથી સેના દ્વારા એક અત્યંત રોમાંચક 'લેન્ડ યોટિંગ અભિયાન' શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાનની વિશેષતા એ છે કે સમગ્ર એશિયા ખંડમાં માત્ર કચ્છના રણમાં જ આ પ્રકારનું આયોજન શક્ય બને છે, જે ભારતીય સેનાની ક્ષમતા અને કચ્છની ભૌગોલિક વિશેષતાનો સંગમ દર્શાવે છે.


લેન્ડ યોટિંગ અભિયાન શરૂ

આ અભિયાનમાં ભારતીય સેનાના કુલ 21 જાંબાઝ જવાનો જોડાયા છે.રૂટ: ધોરડોના રણથી શરૂ થયેલી આ સફર ધર્મશાળા, વિધાકોર્ટ અને શક્તિબેટ જેવા અંતરિયાળ તેમજ સંવેદનશીલ સરહદી વિસ્તારોમાંથી પસાર થશે. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય સરહદી વિસ્તારમાં વસતા યુવાનોને ભારતીય સેનાની શિસ્ત અને સાહસથી પરિચિત કરાવવાનો અને તેમને સેનામાં જોડાઈ દેશસેવા કરવા પ્રેરિત કરવાનો છે.

બ્રિગેડિયર અજય વર્માએ વધાર્યો ઉત્સાહ

અભિયાનના પ્રારંભ પ્રસંગે આર્મીના બ્રિગેડિયર અજય વર્મા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે જવાનોના ઉત્સાહમાં વધારો કરતા જણાવ્યું હતું કે, આવા અભિયાનોથી જવાનોની સાહસિક વૃત્તિ ખીલે છે અને સરહદી પ્રજા સાથેનો સેનાનો સંપર્ક વધુ ગાઢ બને છે.


આ પણ વાંચો: ગુજરાત બનશે બાયો-મેડિકલ રિસર્ચનું હબ, ગાંધીનગરમાં દેશની બીજી અત્યાધુનિક BSL-4 લેબનું નિર્માણ

  • Follow us on: