ગુજરાતમાં લાંચિયા કર્મચારીઓને ઝડપી પાડવા માટે લાંચ રૂશ્વત બ્યુરો સક્રિય છે. રાજ્યમાં રોજ કોઈના કોઈ અધિકારી કે કર્મચારી લાંચ લેતા પકડાઈ રહ્યો છે. ત્યારે કચ્છમાં મથલ પ્રાથમિક શાળાનો શિક્ષક 2.80 લાખ રૂપિયાની લાંચ લેતા ACBની ટ્રેપમાં ફસાયો હતો. માલ સપ્લાયમા બિલો મંજૂર કરવા માટે શિક્ષકે લાંચ માગ હતી. આ શિક્ષકને ઝડપીને ACBએ વધુ કાર્યવાહી હાથ ધરી છે.
માલ સપ્લાયના બિલ મંજૂર કરાવવા માંગી હતી લાંચ
પ્રાપ્ત વિગતો પ્રમાણે ફરિયાદીની કંપનીએ નખત્રાણા તાલુકા પંચાયત પ્રાથમિક ગ્રાહક ધિરાણ સહકારી મંડળીને માલ સપ્લાય કર્યો હતો. જેના બિલોના કૂલ રૂપિયા 7.50 લાખ રૂપિયા મંજૂર કરાવવા માટે આરોપી શિક્ષક ઘનશ્યામ પટેલે પોતાના કમિશન પેટે 2.80 લાખ રૂપિયાની લાંચ માંગી હતી. આ લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા નહીં હોવાથી તેમણે ACBનો સંપર્ક કર્યો હતો.













