ભુજના એરપોર્ટ રોડ પર પસાર થઇ રહેલા એક્ટિવા ચાલકને ડમ્પર ચાલકે ટક્કર મારતા ગંભીર અકસ્માત થયો હતો અને એક્ટિવા ચાલક યુવકને ગંભીર ઇજા થતાં તેનું મોત થયું હતું.

યુવક સાથે બકરી પણ મોતને ભેટી


આ યુવક યુવક બકરીને સાથે લઇને બકરી માટે દવા લેવા જતો હતો ત્યારે અકસ્માત સર્જાયો. દુર્ઘટનામાં યુવક સાથે બકરી પણ મોતને ભેટી હતી. ઘટનાના પગલે લોકો સ્થળ પર એકત્ર થઇ ગયા હતા અને પોલીસને જાણ કરી હતી.

 ગઇ કાલે પણ શહેરમાં એક ટ્રક ચાલકે વિદ્યાર્થીને અડફેટે લીધો


ઉલ્લેખનિય છે કે ગઇ કાલે પણ શહેરમાં એક ટ્રક ચાલકે વિદ્યાર્થીને અડફેટે લીધો હતો, ટ્રક અને ડમ્પર ચાલકો ફૂલ સ્પીડમાં વાહનો હંકારતા હોય છે તેના કારણે અવાર નવાર આ પ્રકારના જીવલેણ અકસ્માત સર્જાય છે.

આરટીઓ અને પોલીસની કામગીરી સામે સવાલો


શહેરમાં વધી રહેલા અકસ્માતો આરટીઓ અને પોલીસની કામગીરી સામે સવાલો ઉભા કરી રહ્યા છે. પોલીસે હાલ ઘટનાની તપાસ શરૂ કરી છે અને માર્ગ સુરક્ષા વધારવા માટે પગલાં લેવા માટે દબાણ સામે આવી રહ્યું છે.

  • Follow us on: