ભારત-પાકિસ્તાન સરહદે આવેલી કચ્છની ખાડીમાં સુરક્ષા એજન્સીઓ ફરી એકવાર હરકતમાં આવી છે. કચ્છના કોટેશ્વર નજીક આવેલી પડાલા ક્રિક વિસ્તારમાંથી સીમા સુરક્ષા દળ (BSF) એ એક બિનવારસી પાકિસ્તાની બોટ ઝડપી પાડી છે. આ ઘટનાને પગલે સરહદી વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવામાં આવી છે.

BSFનું સઘન સર્ચ ઓપરેશન

મળતી વિગતો મુજબ, BSFના જવાનો જ્યારે પેટ્રોલિંગમાં હતા ત્યારે તેમને પડાલા ક્રિક વિસ્તારમાં એક શંકાસ્પદ બોટ દેખાઈ હતી. જવાનો બોટ પાસે પહોંચ્યા ત્યારે તેમાં કોઈ સવાર નહોતું. બોટ બિનવારસી હાલતમાં મળી આવતા તુરંત જ ઉચ્ચ અધિકારીઓને જાણ કરવામાં આવી હતી. હાલમાં BSF દ્વારા સમગ્ર ક્રિક વિસ્તારમાં મેગા સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે જેથી કરીને જો કોઈ ઘૂસણખોર છુપાયેલો હોય તો તેને પકડી શકાય.

સુરક્ષા એજન્સીઓ એલર્ટ પર

કચ્છની ખાડી અવારનવાર પાકિસ્તાની માછીમારોની ઘૂસણખોરી માટે ચર્ચામાં રહે છે. જોકે, આ વખતે પડાલા ક્રિકમાંથી બોટ મળી આવતા એજન્સીઓ વધુ સતર્ક બની છે. આ બોટ માછીમારી માટે આવી હતી કે અન્ય કોઈ ઈરાદાથી, તે દિશામાં તપાસ તેજ કરવામાં આવી છે. 


આ પણ વાંચો----     CM ભૂપેન્દ્ર પટેલની કલેક્ટરોને ટકોર,, હું જ સિસ્ટમ ચલાવું છું તેવું મનમાંથી કાઢી નાખો, ઝીરો ટોલરન્સ નીતિ સાથે કામ કરો