કચ્છના માંડવી તાલુકામાં પવનચક્કીના વિશાળ પાંખડાનું પરિવહન કરી રહેલા એક મહાકાય ટ્રેલરને અકસ્માત નડવાની ઘટના સામે આવી છે. આ અકસ્માત માંડવી પંથકના બીદડા અને તલવાણા વચ્ચેના માર્ગ પર સર્જાયો હતો.ડ્રાઇવરે સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવતા આ અક્સમાત સર્જાયો છે. આ અકસ્માતમાં કોઇ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી.


વાહન અને પાંખડાને મોટું નુકસાન

મળતી માહિતી મુજબ, ટ્રેલર પવનચક્કીના લાંબા અને ભારેખમ પાંખડાને લઈને પસાર થઈ રહ્યું હતું ત્યારે અચાનક ડ્રાઈવરે કાબૂ ગુમાવતા અથવા અન્ય કોઈ ટેકનિકલ કારણોસર પાંખડું ટ્રેલર પરથી નીચે ઉતરી રસ્તા પર પટકાયું હતું. પાંખડું એટલું મોટું હતું કે તેના કારણે આખો એક તરફનો રસ્તો બંધ થઈ ગયો હતો. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિના સમાચાર હજુ સુધી મળ્યા નથી, પરંતુ વાહન અને પાંખડાને મોટું નુકસાન થયું હોવાની ભીતિ છે.

અકસ્માતના કારણે એક બાજુનો માર્ગ અવરોધાયો

હાઇવે પર પવનચક્કીનું પાંખડું રસ્તાની વચ્ચે જ પડી જવાથી એક તરફનો માર્ગ સંપૂર્ણપણ અવરોધાયો હતો. જેના કારણે વાહનોની લાંબી કતારો લાગી ગઇ હતી અને વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. સ્થાનિક પોલીસ અને તંત્ર દ્વારા ક્રેઇન જેવી ભારે મશીનરીની મદદથી રસ્તા પરથી આ વિશાળ પાંખડું હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જેથી ટ્રાફિક ફરી શરૂ કરી શકાય.કચ્છમાં પવનચક્કીઓના પરિવહન સમયે સાવચેતી રાખવી કેટલી જરૂરી છે તે આ ઘટના પરથી ફરી એકવખત સાબિત થયું છે.

આ પણ વાંચોઃ AMCના અધિકારીઓએ બુધ્ધિનું દેવાળું ફૂંક્યું,પાર્કિંગ અને ફૂટપાથના મોહમાં મુખ્ય રસ્તો જ ગાયબ!


  • Follow us on: