આ સંજોગોમાં તેમના બાળકોને શિક્ષણ પ્રાપ્ત થાય તે માટે મોબાઈલ રણશાળા ચાલે છે. કચ્છના નાના રણમાં મીઠું પકવતા અગરિયાઓએ પરિવારો સાથે સ્થળાંતર કરવું પડે છે. આ સ્થિતિમાં તેમના બાળકોનું શિક્ષણ અવરોધાય છે. અગરિયાના બાળકોનું શિક્ષણ સુનિશ્ચિત કરવા માટે રણ વિસ્તારમાં રાજ્ય સરકારના સહયોગથી "મોબાઈલ રણશાળા" ચાલે છે.


બાળકો અગાઉ અધવચ્ચે અભ્યાસ છોડી દેતા હતા

આ મોબાઈલ રણશાળામાં એલ.ઈ.ડી જેવા આધુનિક સાધનોની મદદથી બાળકોને શિક્ષણ આપવામાં આવે છે. મોબાઈલમાં એલ.ઈ.ડી, પંખા અને લાઈટ માટે સોલાર સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવે છે. આ રણશાળાઓમાં 'ઇન્ટરેક્ટિવ લર્નિંગ' ઉપરાંત વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય પર ધ્યાન આપવામાં આવે છે. અહી બાળકોને દરરોજ પૌષ્ટિક ભોજન, ચીકી અને ફ્લેવર્ડ દૂધ આપવામાં આવે છે. જયેશ અને રિંકુ જેવા બાળકો, અગાઉ અધવચ્ચે અભ્યાસ છોડી દેતા, તે આજે આનંદથી ભણી રહ્યા છે. મીઠાના અગરમાં ચાલતી આ શાળા રાજ્ય સરકારની સૌને શિક્ષણના અભિગમને ચરિતાર્થ કરે છે.

આ પણ વાંચો : Gandhinagar News : ગાંધીનગર મનપા 1536 EWS-2 આવાસ બનાવશે, વાર્ષિક 3 લાખની આવક મર્યાદા ધરાવનારને મળશે લાભ


  • Follow us on: