કચ્છમાંથી ડ્રગ્સ મળવાનો સિલસિલો યથાવત રહ્યો છે. આવામાં આજે ફરી એકવાર ભુજમાંથી MD ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. જે કારણે જિલ્લામાં રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. આ સાથે યુવાનોને બરબાદ કરતા ડ્રગ્સની તસ્કરી કરતા લોકો સામે કડકમાં કડક પગલા લેવામાં આવે તેવી માંગ પણ સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહી છે.
મીના પટેલ નામની મહિલા ઝડપાઈ
ઘટનાની મળતી માહિતી અનુસાર, ભુજમાંથી MD ડ્રગ્સ સાથે એક મહિલા ઝડપાઈ છે. પશ્ચિમ કચ્છ એસઓજી પોલીસને આ સફળતા મળી છે. પોલીસે 12 ગ્રામ ડ્રગ્સ સાથે વિપુલા ઉર્ફે મીના પટેલ નામની મહિલાને ઝડપી લીધી છે. પશ્ચિમ કચ્છ એસઓજી પોલીસ દ્વારા ભાવેશ્વરનગરમાં આવેલા રાજહંસ ટાવરના ફ્લેટ નંબર 505 રેડ કરવામાં આવી હતી.













