કચ્છમાં માદક પદાર્થોના વેચાણ અને હેરાફેરીને રોકવા માટે પોલીસ પ્રશાસન સતર્ક બન્યું છે. પશ્ચિમ કચ્છ એસઓજી પોલીસની ટીમે બાતમીના આધારે કાર્યવાહી કરીને કાઠડા ત્રણ રસ્તા પાસે નશીલા પદાર્થ 'ગાંજા' ના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે.
કારમાં માદક પદાર્થની હેરાફેરી
મળતી માહિતી મુજબ, એસઓજી પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે એક ઈસમ કારમાં માદક પદાર્થની હેરાફેરી કરી રહ્યો છે. પોલીસે કાઠડા ત્રણ રસ્તા પાસે વોચ ગોઠવીને શંકાસ્પદ કારને અટકાવી તલાશી લીધી હતી. આ તપાસ દરમિયાન કારમાંથી ૧.૩૨૧ કિલોગ્રામ ગાંજો મળી આવ્યો હતો. પોલીસે માદક પદાર્થ ઉપરાંત એક મોબાઈલ ફોન અને કાર સહિત કુલ રૂપિયા 4 લાખ થી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
