ગુજરાતનો દરિયાકાંઠો ફરી એકવાર નશાની હેરાફેરીના કેન્દ્રમાં આવ્યો છે. નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો (NCB) એ ચોક્કસ બાતમીના આધારે કચ્છના મુન્દ્રા બંદરેથી 140 કિલો ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં આ ડ્રગ્સની કિંમત કરોડો રૂપિયા હોવાનું અંદાજવામાં આવી રહ્યું છે.

 મુન્દ્રા બંદરેથી ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો

NCB ને ગુપ્ત માહિતી મળી હતી કે મુન્દ્રા બંદરે આવેલા એક કન્ટેનરમાં શંકાસ્પદ નશાકારક પદાર્થ છુપાવવામાં આવ્યો છે. આ બાતમીના આધારે એજન્સીએ કન્ટેનરની કડક તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન કન્ટેનરના ગુપ્ત ખાનાઓમાંથી 140 કિલો જેટલું ડ્રગ્સ મળી આવતા અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા.

તપાસના ચક્રો ગતિમાન

હાલમાં NCB દ્વારા આ ડ્રગ્સનો જથ્થો કબજે કરવામાં આવ્યો છે. આ ડ્રગ્સ કયા દેશમાંથી આવ્યું છે, કોણે મોકલ્યું છે અને ભારતમાં આ જથ્થો કોણે મંગાવ્યો હતો તે દિશામાં સઘન તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસ અને સુરક્ષા એજન્સીઓ દ્વારા આયાતકારની વિગતો મેળવવામાં આવી રહી છે.

આ પણ વાંચો: Bhavnagar: મહુવા સરકારી હોસ્પિટલની ગંભીર બેદરકારી, બાળકોના વોર્ડમાં પંખો તૂટી પડતા મહિલા લોહીલુહાણ