જિલ્લાના રામપર વિસ્તારમાં થોડા સમય પહેલા ફાયરિંગ અને તોડફોડ કરી ભયનો માહોલ પેદા કરનાર શખ્સો વિરુદ્ધ પોલીસે કડક વલણ અપનાવ્યું છે. આ ચકચારી કેસમાં ધરપકડ કરાયેલા આરોપીઓને સાથે રાખીને પોલીસે ઘટનાનું રી-કન્સ્ટ્રક્શન કરાવ્યું હતું.
રામપરના પૂર્વ સરપંચના ઘર પર હુમલો કર્યો
મળતી માહિતી મુજબ, આરોપીઓએ રામપરના પૂર્વ સરપંચના ઘર પર અચાનક હુમલો કર્યો હતો. આ હુમલા દરમિયાન આરોપીઓએ હવામાં ફાયરિંગ કરીને આસપાસના લોકોમાં દહેશત ફેલાવી હતી. એટલું જ નહીં, ઉશ્કેરાયેલા ટોળાએ ઘરની બહાર પાર્ક કરેલા પાંચ જેટલા વાહનોમાં પણ ભારે તોડફોડ કરીને મોટું નુકસાન પહોંચાડ્યું હતું.
