કચ્છ જિલ્લામાં રોડ-રસ્તાની કથળેલી હાલત અને લાંબા સમયથી ચાલી રહેલા અધૂરા કામોના નિકાલ માટે આજે કલેકટર કચેરી ખાતે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લાના સાંસદ, વિવિધ વિસ્તારના ધારાસભ્યો અને વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.


અધૂરા કામો ઝડપથી પૂરા કરવા રજૂઆત

બેઠક દરમિયાન લોકપ્રતિનિધિઓએ જિલ્લામાં ચાલતા માર્ગ અને મકાન વિભાગના વિવિધ પ્રોજેક્ટ્સની વિગતો મેળવી હતી. સાંસદ અને ધારાસભ્યોએ રજૂઆત કરી હતી કે, અનેક રસ્તાઓના કામો ધીમી ગતિએ ચાલી રહ્યા છે અથવા અધવચ્ચે અટકેલા છે, જેના કારણે પ્રજાને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ કામોને સમયમર્યાદામાં અને ગુણવત્તાયુક્ત રીતે પૂર્ણ કરવા માટે અધિકારીઓને કડક સૂચના આપવામાં આવી છે.

ભારે વાહનો માટે નવું જાહેરનામું

કચ્છમાં ઉદ્યોગો અને ટ્રાફિકનું પ્રમાણ વધતા રસ્તાઓ પર અકસ્માતનું જોખમ પણ વધ્યું છે. આ મુદ્દે કલેકટરે ખાતરી આપી હતી કે, ટ્રાફિકના ભારણને હળવું કરવા અને જનતાની સુરક્ષા માટે ભારે વાહનોની અવરજવર અંગે નવું જાહેરનામું બહાર પાડવામાં આવશે. જેમાં અમુક રૂટ પર ભારે વાહનોના પ્રવેશ માટે સમય અને નિયમોમાં ફેરફાર કરવામાં આવશે.

આ પણ વાંચો: Vadodara: ગોત્રી હોસ્પિટલે મ્યુકરમાઈકોસીસના દર્દીની આંખ ગુમાવતા બચાવી, ચહેરા પર એક પણ ટાંકા વગર સફળ ઓપરેશન

  • Follow us on: