ભારતના ગણતંત્ર પર્વની ઉજવણીના ભાગરૂપે કચ્છની આંતરરાષ્ટ્રીય સરહદ પર દેશભક્તિનો અનોખો માહોલ જોવા મળ્યો હતો. સરહદના અંતરિયાળ અને દુર્ગમ વિસ્તાર ગણાતા લકીનાળા બકલબેટ ખાતે સીમા સુરક્ષા દળ (BSF) ના જવાનો અને લોકપ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં આનબાન અને શાન સાથે ત્રિરંગો લહેરાવવામાં આવ્યો હતો.


BSFના જવાનો સાથે ગૌરવશાળી ઉજવણી

કચ્છની રણ સીમા અને દરિયાઈ સીમા જ્યાં મળે છે તેવા સંવેદનશીલ વિસ્તાર લકીનાળા પર ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. દેશની સરહદોનું રાત-દિવસ રક્ષણ કરતા BSFના જવાનોના જુસ્સાને વધારવા માટે અહીં ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું. કાતિલ ઠંડી અને પવન વચ્ચે પણ જવાનોએ શિસ્તબદ્ધ રીતે રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી.

સાંસદ વિનોદ ચાવડાની પ્રેરક ઉપસ્થિતિ

આ કાર્યક્રમમાં કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા વિશેષ રૂપે હાજર રહ્યા હતા. તેમણે જવાનો સાથે મળીને ધ્વજ વંદન કર્યું હતું અને જવાનોની વીરતાને બિરદાવી હતી. સાંસદની આ મુલાકાતથી સરહદ પર તૈનાત જવાનોમાં એક નવો ઉત્સાહ જોવા મળ્યો હતો. વિનોદ ચાવડાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, "જવાનોની સતર્કતાને કારણે જ આપણે દેશમાં સુરક્ષિત અને શાંતિથી તહેવારો ઉજવી શકીએ છીએ.

આ પણ વાંચો: Banaskantha: 10થી વધુ મંદિરોની દાનપેટી સાફ કરનાર ગેંગ ઝડપાઈ, LCBએ 3 આરોપીઓની ધરપકડ કરી

  • Follow us on: