કચ્છ જિલ્લામાં સસ્તા સોના અને નકલી ચલણી નોટોની લાલચ આપી નિર્દોષ લોકોને છેતરતી એક રીઢી ગેંગનો પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) એ પર્દાફાશ કર્યો છે. પોલીસે આ મામલે ત્રણ આરોપીઓની ધરપકડ કરી તેમની પાસેથી ગુનામાં વપરાયેલી સામગ્રી કબ્જે કરી છે.


ડિજિટલ યુગમાં નવી ઠગાઈ

આ ટોળકી અત્યંત શાતિર રીતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરતી હતી. તેઓ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ જેવા માધ્યમો પર નકલી ચલણી નોટોના બંડલ અને સોનાના બિસ્કિટના વીડિયો અપલોડ કરતા હતા. આ વીડિયો જોઈને લલચાઈને સંપર્ક કરતા લોકોને તેઓ સસ્તા ભાવે સોનું આપવાનું કહી વિશ્વાસમાં લેતા અને ત્યારબાદ અસલી રોકડ રકમ પડાવી નકલી સોનું પધરાવી દઈ ફરાર થઈ જતા હતા.

પોલીસ કાર્યવાહી અને મુદ્દામાલ

બાતમીના આધારે પશ્ચિમ કચ્છ એલ.સી.બી.ની ટીમે છટકું ગોઠવીને આ ત્રિપુટીને દબોચી લીધી હતી. પોલીસ તપાસ દરમિયાન આરોપીઓ પાસેથી નકલી સોનાના બિસ્કિટ.ગુનામાં વપરાયેલી એક કાર.સોશિયલ મીડિયા હેન્ડલ કરવા માટેના મોબાઇલ ફોન મુદ્દામાલ મળી આવ્યો છે.

આ પણ વાંચો:Navsari: અમલસાડમાં લગ્નના જમણવારમાં હલવો-પુરી અઘરા પડ્યા, 150 કરતા વધારે લોકો હોસ્પિટલ ભેગા

 


  • Follow us on: