કચ્છની દરિયાઈ સરહદ પરથી ડ્રોનના પાંખિયાના મોટા ટુકડાઓ મળી આવવાની ઘટના સામે આવી છે. પશ્ચિમ કચ્છ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) પોલીસને પેટ્રોલિંગ દરમિયાન આ સફળતા મળી છે. અંદાજે 10 ફૂટ જેટલા લાંબા આ પાંખિયાના ટુકડાઓ બિનવારસી હાલતમાં મળી આવતા તંત્ર હરકતમાં આવ્યું છે.


પેટ્રોલિંગ દરમિયાન મળી સફળતા

પશ્ચિમ કચ્છ એસઓજી પોલીસની ટીમ જ્યારે દરિયાકાંઠાના વિસ્તારોમાં સઘન પેટ્રોલિંગ અને સર્ચ ઓપરેશનમાં હતી, ત્યારે દરિયાના મોજા સાથે તણાઈને આવેલા ડ્રોનના પાંખિયાના ટુકડાઓ પોલીસને નજરે પડ્યા હતા. પ્રાથમિક તપાસમાં આ ટુકડાઓ કોઈ મોટા ડ્રોન અથવા માનવરહિત વિમાન (UAV) ના હોવાનું જણાયું હતું. આ ટુકડાઓની લંબાઈ આશરે 10 ફૂટ જેટલી છે.

ઇન્ડિયન એરફોર્સને સોંપાયો મુદ્દામાલ

આ ટુકડાઓ કોઈ સૈન્ય હેતુ માટે વપરાતા ડ્રોનના હોવાની આશંકાને પગલે પોલીસે તરત જ ઉચ્ચ અધિકારીઓને જાણ કરી હતી. આ સંવેદનશીલ મુદ્દાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, એસઓજી પોલીસે આ તમામ અવશેષો વધુ ટેકનિકલ તપાસ અને પૃથ્થકરણ માટે ઇન્ડિયન એરફોર્સ (ભારતીય વાયુસેના) ને સોંપી દીધા છે.

આ પણ વાંચો: Surendranagar: સારસાણા-નવાગામ રોડ પરથી રોયલ્ટી પાસ વગરનો કાર્બોસેલ ઝડપાયો, પ્રાંત અધિકારીની ટીમે વોચ ગોઠવી ટ્રક દબોચી

  • Follow us on: