મહેસાણા જિલ્લામાં આવેલા શક્તિપીઠ બહુચરાજીની શોભામાં હવે અભિવૃદ્ધિ થઈ છે. માં બહુચરના દર્શનાર્થે આવતા લાખો શ્રદ્ધાળુઓની વર્ષો જૂની માંગણીને માન આપીને મંદિરની બિલકુલ સામે આવેલા સર્કલ પર માતાજીના વાહન એવા કૂકડાની પ્રતિમાઓ મૂકવામાં આવી છે. આ નવતર આકર્ષણથી સમગ્ર મંદિર પરિસરની સુંદરતામાં વધારો થયો છે.

કૂકડા પ્રતિમાની વિશેષતા

માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ ખાસ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. સર્કલ પર કુલ ત્રણ કૂકડા સ્થાપિત કરવામાં આવ્યા છે, જેની ઊંચાઈ અનુક્રમે 9 ફૂટ, 7 ફૂટ અને 5 ફૂટ છે. આ પ્રતિમાઓ ઉચ્ચ ગુણવત્તાના સ્ટેનલેસ સ્ટીલ (SS) અને બ્રાસ મટીરિયલમાંથી બનાવવામાં આવી છે. આ ત્રણેય કૂકડાની અંદાજિત કિંમત 35 લાખ રૂપિયા હોવાનું જાણવા મળ્યું છે.

કામગીરી અંતિમ તબક્કે

હાલમાં સર્કલ પર માત્ર પ્રતિમાઓ મૂકવામાં આવી છે, પરંતુ સમગ્ર સર્કલના સુશોભન અને નિર્માણનું કામ હજુ પણ ચાલુ છે. તંત્રના જણાવ્યા મુજબ, આગામી 10 દિવસમાં આ સર્કલ સંપૂર્ણ રીતે તૈયાર થઈ જશે. માતાજીના વાહનની પ્રતિકૃતિ સમી આ પ્રતિમાઓ જોઈને માઈભક્તોમાં ભારે ખુશી અને હર્ષની લાગણી જોવા મળી રહી છે.


આ પણ વાંચો - Mahesana News: ડુંગળીએ ખેડૂતોને રડાવ્યા, ઉત્પાદનમાં 50 ટકાનો ઘટાડો છતા ભાવ ગગડ્યા