મહેસાણા શહેરના ગાંધીનગર લિંક રોડ પર આજે સવારના સમયે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. પૂરપાટ ઝડપે આવી રહેલા એક ડમ્પર ચાલકે સ્કૂલના બાળકોથી ભરેલી બસને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો જોરદાર હતો કે, બસમાં સવાર બાળકો અને સ્ટાફમાં ફાળ પડી ગઈ હતી.
ઈજાગ્રસ્ત થયા બે બાળકો
આ અકસ્માત સમયે સ્કૂલ બસમાં અનેક વિદ્યાર્થીઓ સવાર હતા. ડમ્પરની ટક્કરને કારણે બસમાં સવાર બે બાળકોને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. ઘટનાને પગલે આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. ઈજાગ્રસ્ત બાળકોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ તબિયત સુધારા પર હોવાથી તેમને રજા આપી દેવામાં આવી છે.













