કડા સર્વશાખા જ્ઞાતિના કુળદેવી અને જગતજનની માં ઉમિયાના ધામ ઊંઝામાં વૈશાખ સુદ પૂનમના પવિત્ર દિવસે પરંપરાગત નગરયાત્રા ભવ્ય રીતે સંપન્ન થઈ હતી. ભક્તિ અને શ્રદ્ધાના સંગમ સમાન આ શોભાયાત્રામાં લાખોની સંખ્યામાં માઈભક્તો ઉમટી પડ્યા હતા અને સમગ્ર ઊંઝા પંથક 'જય ઉમિયા'ના નાદથી ગુંજી ઉઠ્યું હતું.
165થી વધુ આકર્ષક ઝાંખીઓનું પ્રદર્શન
આ વર્ષે નગરયાત્રા વિશેષ આકર્ષક રહી હતી. અંદાજે 8 કિલોમીટર લાંબી આ યાત્રામાં 165થી વધુ વિવિધ વિષયો પર આધારિત આકર્ષક ઝાંખીઓ જોડાઈ હતી. શોભાયાત્રા ઊંઝાના રાજમાર્ગો પર ફરી હતી, જ્યાં ઠેર-ઠેર ભક્તો દ્વારા માતાજીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. પરંપરાગત પોશાકમાં સજ્જ ભક્તો અને વિવિધ મંડળોએ યાત્રાની શોભામાં અભિવૃદ્ધિ કરી હતી.
12 કિલોની કેકનો અન્નકૂટ અને પ્રસાદ
નગરયાત્રા દરમિયાન માતાજીને વિશેષ રૂપે 12 કિલોની કેક ધરાવવામાં આવી હતી. આ અનોખા પ્રસાદના દર્શન કરી ભક્તો ધન્ય થયા હતા. ત્યારબાદ આ કેકનો પ્રસાદ તમામ શ્રદ્ધાળુઓમાં વહેંચવામાં આવ્યો હતો. આ પ્રસંગે ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનના હોદ્દેદારો, રાજકીય અગ્રણીઓ અને સામાજિક કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
લોકલાડીલી નગરચર્યા
દર વર્ષે વૈશાખ સુદ પૂનમે માં ઉમિયા નગરચર્યાએ નીકળે છે. આ દિવસે માતાજીના દર્શન કરવા એ ભક્તો માટે એક લહાવો હોય છે. વહીવટી તંત્ર અને સંસ્થાન દ્વારા યાત્રાના રૂટ પર પીવાના પાણી, સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થાનું સુચારુ આયોજન કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો - Local Body Elections 2026: સુરત છેડતી કાંડના મહેસાણામાં પડઘા પડ્યા, બાજીપુરા ગામનો 'ચૂંટણી બહિષ્કાર'નો મક્કમ નિર્ધાર