જિલ્લાના મલેકપુરથી સાદાડિયા તરફ જતા રોડ પર આજે એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. પુરપાટ ઝડપે આવતી એક ટાટા પંચ ગાડી અને બાઈક વચ્ચે થયેલી અથડામણમાં બાઈક ચાલક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે. આ અકસ્માત એટલો ભયાનક હતો કે કાર ચાલકે બાઈક સવારને બચાવવાનો પ્રયાસ કરતા ગાડીએ ત્રણ ગુલાંટ ખાધી હતી.
મહીસાગરમાં ગમખ્વાર અકસ્માત
સ્થાનિકોના જણાવ્યા અનુસાર, મલેકપુર-સાદાડિયા રોડ પરથી પસાર થઈ રહેલી પંચ ગાડી સામે અચાનક બાઈક ચાલક આવી ગયો હતો. બાઈક સવારને બચાવવા માટે કાર ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને બ્રેક મારવા છતાં ગાડી પલટી મારી ગઈ હતી. કારે રોડની સાઈડમાં ત્રણ પલટી મારી હતી અને અંતે ખેતરમાં જઈ પડી હતી.
