મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના જૂના ઝીંઝવા રોડ પર એક ગંભીર અકસ્માત સર્જાયો છે, જેમાં એક કાર ચાલક યુવક સાથે સીધી કૂવામાં ખાબકી હતી. આ ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી અને સ્થાનિક લોકો મદદ માટે ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા.


કડાણામાં કૂવામાં કાર ખાબકી

મળતી માહિતી મુજબ, જૂના ઝીંઝવા રોડ પરથી એક કાર પસાર થઈ રહી હતી. કોઈ અગમ્ય કારણોસર ચાલકે કાર પરનો કાબૂ ગુમાવ્યો હતો, જેના પરિણામે કાર રોડની બાજુમાં આવેલા ઉંડા કૂવામાં સીધી ખાબકી હતી. કારની સાથે અંદર સવાર યુવક પણ કૂવાના પાણીમાં ગરકાવ થઈ ગયો હતો.

યુદ્ધના ધોરણે રેસ્ક્યુ ઓપરેશન

ઘટના નજરે જોનારા સ્થાનિક લોકોએ તુરંત બૂમાબૂમ કરી મૂકી હતી અને કડાણા પોલીસને જાણ કરી હતી. પોલીસ પહોંચે તે પહેલા જ ગામના લોકોએ દોરડા અને અન્ય સાધનોની મદદથી યુવકને બહાર કાઢવા માટે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરી દીધું હતું. જાણ થતા જ કડાણા પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને સ્થાનિકોની મદદથી યુવક અને કારને બહાર કાઢવાની કામગીરી તેજ બનાવી હતી.

આ પણ વાંચો: Lakhtar: કળમ ગામે લગ્નની ખુશી માતરમાં ફેરવાઈ, મુંબઈથી લગ્ન પ્રસંગમાં આવેલો 21 વર્ષીય યુવાન તળાવમાં ડૂબ્યો

  • Follow us on: